Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

વાપીના રાહુલ શાહની અખીલ ભારત હિન્દુ મહાસભામાં ગુજરાત પ્રદેશના મહાસચિવ તરીકે નિમણુંક

રાજકોટઃ અખીલ ભારત હિન્દુ મહાસભામાં ગુજરાત પ્રદેશના મહાસચીવ તરીકે વાપીના રાહુલ શાહની નિમણુંક કરવામાં આવી છે.

રાષ્ટ્રીય પંડીત બાબા નંદકિશોર મિશ્રાની અધ્યક્ષતામાં આયોજીત અખીલ ભારતીય હિન્દુ મહાસભામાં રાષ્ટ્રીય અધિવેશનમાં રાષ્ટ્રીય વરીષ્ઠ ઉપાધ્યક્ષ રાકેશ આર્યના પ્રસ્તાવ ઉપર કાર્યકારીણી સભ્યોની સહમતીથી વાપીના રાહુલ શાહની અખીલ ભારત હિન્દુ મહાસભામાં ગુજરાત પ્રદેશના મહાસચીવ તરીકે નિમણુંક કરાઇ છે.

રાહુલ શાહને ગુજરાત રાજયમાં ટીમ બનાવીને કામગીરી કરવા માટે જવાબદારી સોંપવામાં આવી છે. વાપીના રાહુલ શાહને મહાસચીવ બનાવાતા તેમના મિત્ર વર્તુળ અને પરીવાર તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.

(4:10 pm IST)