Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

સુરતના લીંબાયતમાં અસસમાજીક તત્વોનો ચાની કીટલીએ ખુલી તલવાર સાથે આતંક :હોટલ માલિકને ઢોર માર માર્યો

તલવાર સાથેના દહેશતના દ્રશ્યો સીસીટીવીમાં પણ કેદ: લોકોમાં ફફડાટ

સુરતના લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે ગુનાગારોને પોલીસને જાણે પકકાર ફેંકી રહ્યા હોય તેમ અસામાજિક તત્વોએ ચાની કીટલીએ ખુલ્લી તલવાર સાથે ધસી આવ્યા અને હોટલ માલિકને ઢોર માર માર્યો હતો

મળતી વિગત મુજબ  પોલીસ મથકથી થોડા જ અંતર પર ચાની હોટલ પર અસામાજિક તત્વોના તલવાર સાથેના જોવા મળેલા આતંકથી લોકોમાં ફફડાટ છે. અસામાજિક તત્વોની દહેશતના દ્રશ્યો સીસીટીવીમાં પણ કેદ થયા છે. પોલીસ ગુનાઓ ડામવામાં નિષ્ફળ ગયાનો પણ સ્થાનિકોનો આક્ષેપ છે.

(1:46 pm IST)