Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

ભરૂચમાં ભાજપના બક્ષીપંચના નેતા કમલેશ મોદીએ દારૂબંધીના ધજાગરા ઉડાવ્યા : વિડિઓ થયો વાયરલ

હું માત્ર આ જ દારૂ પીવું છું કહીને દારૂનો બોટલ પણ બતાવી :મને કોઈ હાથ લગાવી શકે નહીં તેમ પણ કહી ફિશિયારી મારી

ભરૂચમાં ભાજપના નેતા કમલેશ મોદીએ દારૂબંધીના ધજાગરા ઉડાવ્યા છે. કમલેશ મોદી ભરૂચ ભાજપના બક્ષીપંચ મોરચાના ખજાનચી છે. વીડિયામાં તે પીએમ  મોદી સાથે પોતાને સરખાવે છે અને કહી રહ્યાં છે કે, 'હું માત્ર આ જ દારૂ પીવુ છું. કહીને દારૂની બોટલ બતાવે છે. સાથે મને કોઈ હાથ લગાવી શકે નહીં તેમ કહીને પોલીસ પ્રશાસનને પણ પડકાર આપ્યો છે

 એક બાજુ ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે. બીજી તરફ પોલીસ લાખો રૂપિયાનો દારૂ ઝડપતી પણ હોય છે. પરંતુ આ કાયદો નેતાઓને લાગુ ન પડતો હોય તેમ ખુલ્લેઆમ ભરૂચના કમલેશ મોદી પોતાની ધૂનમાં કાયદાના લીરે લીરા ઉડાવી રહ્યા છે.

  એક તરફ રાજ્યમાં દારૂબંધીને લઈને વિવાદ ઉભો થયો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત તો ખુલ્લેઆમ મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ મામલે ચેલેન્જ આપી ચૂક્યા છે. તો બીજી તરફ, ગુજરાતમાં દારૂ મળવાના, દારૂ પીવાના સિલસિલા અટકવાનું નામ નથી લેતા. ત્યારે હવે ખુદ ભાજપના જ નેતા દારૂબંધીની મજાક ઉડાવતા જોવા મળ્યાં છે. ગુજરાત રાજ્યમાં દારૂબંદી હોવા છતાં ખુલ્લેઆમ દારૂની પેકિંગ બોટલનું બોક્સ બતાવી પોતે દારૂપીતો હોવાનું કહી રહ્યાં છે. સાથે જ કોઈ તેને હાથ લગાવી શકે નહિ તેમ કહી પોલી, પ્રશાસનને ચેલેન્જ પણ આપી.

(12:31 pm IST)