Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

ગુજરાત પોલીસની શાનમાં વધારો : રાષ્ટ્રપતિ દ્વારા સર્વશ્રેષ્ઠ પ્રેસિડેન્ટ્સ કલર્સ સન્માન અપાશે

ગુજરાત પોલીસના ખભા પર પ્રેસિડેન્ટ્સ કલર્સનો લોગો લાગી જશે

ગાંધીનગર:ગુજરાત પોલીસની શાનમાં વધારો થવા જઇ રહ્યો છે, પોલીસને આપવામાં આવતું સર્વશ્રેષ્ઠ સન્માન પ્રેસિડેન્ટ્સ કલર્સ ગુજરાત પોલીસને મળવા જઇ રહ્યું છે. 15 ડિસેમ્બરમાં રોજ ગાંધીનગર પાસે કરાઇ પોલીસ એકેડમીમાં આ વિશેષ સન્માન ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડુ દ્વારા ગુજરાત પોલીસને આપવામાં આવશે,જેમાં ગુજરાત પોલીસને એક અલગ ધ્વજ અને ચિહ્ન પ્રદાન કરાશે, બાદમાં ગુજરાત પોલીસના ખભા પર પ્રેસિડેન્ટ્સ કલર્સનો લોગો લાગી જશે, જે એક મોટું સન્માન છે, ડીજીપી શિવાનંદ ઝા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને આ માહિતી આપવામાં આવી હતી.

આ પહેલા મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, આસામ, ત્રિપુરા અને દિલ્હી પોલીસને આ સન્માન મળી ચુક્યું છે, હવે ગુજરાત આ સન્માન મેળવનારૂ 8મું રાજ્ય બની જશે, દેશની મિલિટરી ફોર્સ, પેરા મિલિટરી ફોર્સ અને પોલીસ ફોર્સ કે જેને 25 વર્ષ થઈ ગયા હોય, તેઓ પ્રેસિડેન્ટ્સ કલર્સ સન્માન માટે અરજી કરી શકે છે, જેમાં રાષ્ટ્રપતિ દ્વારા નિર્ણય લઇને જાહેરાત કરાય છે.નોંધનિય છે કે આતંકવાદ સામેની લડાઇ સહિતના પડકારોનો સામનો કરીને, ગુનેગારોને સજા સહિતના અનેક કેસ ઉકેલીને ગુજરાત પોલીસે એક નવી સિદ્ધી મેળવ્યાં પછી આ સન્માનના તેઓ હકદાર બન્યાં છે.

(11:58 am IST)