Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

રાજયના માહિતી-પ્રસારણ વિભાગમાં બદલી-બઢતીનો દોરઃ અર્જુન પરમાર પ્રમોશન સાથે જુનાગઢ મુકાયા

જુનાગઢના રાજુ જાનીની જામનગર ખાતે બદલી

જુનાગઢ તા. ૧૩: રાજયના માહિતી-પ્રસારણ વિભાગમાં બદલી બઢતી કરવામાં આવી છે જેમાં છ અધિકારીઓની બદલી કરવામાં આવેલ. જયારે ૧૦ અધિકારીઓને નાયબ માહિતી નિયામકનું પ્રમોશન આપવામાં આવ્યું છે.

ગુજરાત રાજય માહિતી અને પ્રસારણ વિભાગના ઉપ સચિવ કે. કે. રાવલે રાજયપાલશ્રીનાં હુકમથી અને તેમના નામે બદલી અને લાગણીનાં ઓર્ડર જારી કર્યા છે.

જેમાં જુનાગઢ જિલ્લા માહિતી કચેરીનાં નાયબ માહિતી નિયામક રાજુ જાનીની જામનગર ખાતે બદલી કરવામાં આવી છે.

આ ઉપરાંત અમદાવાદનાં પી.એસ પટેલની સોશીયલ મિડીયા શાખા, ગાંધીનગર, જામનગરનાં એસ. એમ. બગડીયાની ગાંધીનગર નડિયાદનાં બી. પી. દેસાઇની વડોદરા, ગાંધીનગરનાં અમિત ગઢવીની પાટણ અને ગાંધીનગર આર. આર. શાખાના નાયબ માહિતી નિયામક એમ. ડી. મોડાસિયાની ભુજ ખાતે બદલી કરવામાં આવી છે.

જયારે પોરબંદરનાં અર્જુન પરમાર સહિત ૧૦ સહાયક માહિતી નિયામકને નાયબ માહિતી નિયામકની બઢતી આપી બદલી કરવામાં આવેલ છે.

શ્રી અર્જુન પરમારને પ્રમોશન આપી તેઓને જુનાગઢ ખાતે શ્રી રાજુ જાનીની જગ્યાએ મુકવામાં આવ્યા છે.

શ્રી પરમારની સાથે એચ. સી. ઉપાધ્યાય, એ. એસ. બારોટ, એસ. જે. બળેવીયા, શ્રીમતી આઇ. સી. વ્યાસ, યુ. કે. વૈષ્ણવ, એ. બી. મછાર, પી. વાય. દેસાઇ, જે. એચ. આચાર્ય, અને જે. જે. દવેની નાયબ માહિતી નિયામકની બઢતી સાથે બદલી કરાયેલ છે.

જુનાગઢ જિલ્લા માહિતી કચેરીના નવનિયુકત નાયબ માહિતી નિયામક અર્જુન એમ. પરમાર માહિતી ખાતામાં તા. ૩ ઓકટોબર ૧૯૯૧નાં જોડાયને ભુજ ખાતેથી ફરજના શ્રી ગણેશ કરેલ.

સરળ અને સરલ સ્વભાવના શ્રી અર્જુન પરમાર ભુજ બાદ જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર ખાતે ફરજ બજાવી ચુકયા છે.

તેમજ તેઓએ સૌથી વધુ ૧૦ વર્ષ જુનાગઢ ખાતે સહાયક માહિતી નિયામકની જવાબદારી સુપેરે નિભાવી હતી.

જુનાગઢ પછી ગીર સોમનાથ ખાતે પાંચ વર્ષ અને છેલ્લે માર્ચથી પોરબંદર ખાતે સહાયક માહિતી નિયામકની ફરજ બજાવી નાયબ માહિતી નિયામકની બઢતી મેળવી જુનાગઢ મુકાયેલ શ્રી અર્જુન પરમાર ઉપર અભિનંદન અને શુભેચ્છાની વર્ષા થઇ રહી છે.

(11:35 am IST)