Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

I.A.S કેડરના ૨૬ અને GAS કેડરના ૧૨૫ અધિકારીઓની બદલીઃ કચ્છ કલેકટર-ખેડાના ડી.ડી.ઓ ૩II મહિનામાં બદલાયા

સુનયના તોમર ઉજો-પેટ્રોકેમીકલ્સના અગ્રચિવઃ હૈદર એસ.ટી.માં સામલ મિશ્ર પાણી પુરવઠામાં: રાજકોટના ડી.ડી.ડી.ઓ તરીકે ફરી ગોહિલઃ મકવાણા વલસાડમાં: વદર ગાંધીનગર જિલ્લા પંચાયતમાં: ઓમપ્રકાશ અમદાવાદના ડે.મ્યુ.કમિશનર પદેઃ પ્રજ્ઞેશ જાની નવસારી ચૂંટણી શાખામાં: મેહુલ બરાસરા અમરેલીમાં અને પૂજા બાવડા રાજકાટના નવા જિલ્લા પુરવઠા અધિકારીઃ ગોંડલના પ્રાંત અધિકારી પદે આર.જી.આલ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા.૧૩: રાજય સરકારે ગઇકાલે આઇ.એ.એસ.કેડરના ૨૬ અને જી.એ.એસ.કેડરના અલગ-અલગ વિભાગોના ૧૨૫ અધિકારીઓની બદલીના હુકમ કર્યા છે. કચ્છના કલેકટર, ખેડાના ડી.ડી.ઓ વગેરેની ૩II મહિનાના ટુંકા ગાળામાં બદલી થઇ છે.

સોનલ મિશ્રાને એસ.ટી.નિગમમાંથી નર્મદા, જળસંશાધન અને પાણી પુરવઠા વિભાગમાં બદલ્વામાં આવ્યા છે. તેમના સ્થાને ગ્રામ વિકાસ કમિશનર એસ.જે.હૈદરની બદલી થઇ છે. વાહન વ્યવહારના અગ્રસચિવ સુનપના તોમટ ઉર્જા પેટ્રોકેમીકલ્સમાં મૂકાયા છે. વાહન વ્યવહારનો વધારાનો હવાલો કમલ ધ્યાનીને સોપાયો છે. મનોજ અગ્રવાલને ગ્રામ વિકાસ કમિશનરનો વધારાનો હવાલો સોપાયો છે. આણંદના કલેકટર દિલીપકુમાર રાણાને આદિનીતિ વિકાસ કમિશનર પદે બદલીને તેમના સ્થાને નવસારીના ડી.ડી.ઓ આર.જી.ગોહિલને નિમણૂક આપવામાં આવી છે. કચ્છના કલેકટર નાગરાજનની ઉચ્ચ શિક્ષણ નિયામક તરીકે અને સાબરકાંઠાના કલેકટર પ્રવીણા ડી.કે.ની કચ્છના કલેકટર તરીકે  બદલી થઇ છે.

શ્રમ નિયામક સી.જે.પટેલ સાબરકાંઠાના નવા કલેકટર બન્યા છે. અમરેલીના ડી.ડી.ઓ સી.એમ.પાડલિયાની સામાજિક ન્યાય અને અધિકારીના વિભાગમાં સંયુકત સચિવ તરીકે બદલી થઇ છે ખેડાના ડી.ડી.ઓ ગાર્ગી જૈન મહિલા બાળ કલ્યાણ વિભાગમાં નાયબ સચિવ પદે મૂકાયા છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના ડી.એસ.ગઢવીની ખેડા ડી.ડી.ઓ. તરીકે વરણી થઇ છે. અમદાવાદના ડે.મ્યુનિસપલ કમિશનર કે.એલ બચાણી જી.આઇ.ડી.સી.માં જોઇન્ટ એમ.ડી.તરીકે અને આરોગ્ય વિભાગના જી.એચ.ખાન સ્પીપામાં નાયબ નિયામક તરીકે બદલાયા છે.

ઉપરાંત વિપીન ગર્ગ ખેડામાં ડી.ડી.ઓ, દુહાન ઉર્જા-પેટ્રોકેમીકલ્સમાં, નીતિન સગવાણી અમદાવાદમાં ડે.કમિશનર, ભવ્ય વર્મા શ્રમ નિયામક, નવાનાથ ગઢવાણે આરોગ્ય વિભાગમાં પસૌનલ ઓફીસર, દેવ ચૌધરી સ્વચ્છ ભારત મિશનના સ્પેશ્યલ કમિશનર, રવિન્દ્ર ખટલે કૃષિ વિભાગમાં, યોગેશ ચૌધરી દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં એમ.ડી.તેજસ પરમાર અમરેલીમાં ડી.ડી.ઓ અને રાજકોટ ગ્રામ્યના પ્રાંત અધિકારી ઓમ પ્રકાશ ડે.મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ તરીકે બદલાયા છે.

પંચાયત વિભાગે ડે.ડી.ડી.ઓ કક્ષાના હુકમો કર્યા છે મોરબીના ડે.ડી.ડી.ઓ. આર.જે.ગોહિલને ફરી રાજકોટના ડે.ડી.ડી.ઓ બનાવાયા છે. વંથલીના પ્રાંત અધિકારી યોગેશ પી.જોષીને અમરેલી ડે.ડી.ડી.ઓ. તરીકે, નિમણૂક માટે પ્રતિક્ષા હેઠળ રહેલા જે.બી.વદરને ગાંધઝીનગર ડે.ડી.ડી.ઓ, રાજકોટના ડી.કે.મકવાણાની વલસાડમાં ડે.ડી.ડી.ઓ. તરીકે બદલી કરવામાં આવી છે. સીધી ભરતીના બાલમુકુંદ સુર્યવંશીને સુરેન્દ્રનગર ડે.ડી.ડી.ઓ કુ.કીર્તન પરમારને જામનગરમાં ડે.ડી.ડી.ઓ તરીકે મૂકવામાં આવ્યા છે.

મહેસુલ વિભાગ દ્વારા થયેલ હુકમ મુજબ અમરેલીના આર.જી.આલ ગોંડલમાં પ્રાંત અધિકારી, બોટાદના ડી.એમ.ગોહિલ ભાવનગરમાં ડે.કમિશનર, પી.બી વલવી સુરેન્દ્રનગરથી મહુવા પ્રાંત અધિકારી, ભાવનગરના કે.કે.સોલંકી ખેડા ચૂંટણી શાખામાં, ભાવનગરના વી.સી.બાગુલ વલસાડ પ્રાંત, સિહોરના એસ.ડી.ગોકલાણી વડોદરામાં પુરવઠા અધિકારી, ભાવનગરના ડે.કમિશનર એન.ડી.ગોવાણી જૂનાગઢમાં પુરવઠા અધિકારી, અમરેલીના વી.જી. શેર પુવાસન નિગમમમાં, મૈદરડાના પ્રાંત અધિકારી કુ.જે.સી.દલાલ આણંદમાં પ્રાંત અધિકારી, વઢવાણના વી.પી.પટણી વડોદરા શહેરમાં પ્રાંત અધિકારી, પોરબંદર ચૂંટણી શાખાના કે.જી.ચૌધરી મુંદ્રા પ્રાંતમાં, સાવલીના એસ.જે.પંડ્યા અમરેલીમાં ડે.ડી.ડી.ઓ, ગાંધીનગરના બી.કે.જોષી સુરેન્દ્રનગરમાં પુરવઠા અધિકારી, લાલપુરના કે.પી.જેઠવા અમરેલીમાં પ્રાંત અધિકારી, દ્વારકાના ડી.વી.વિઠ્ઠલાણી અમરેલી ચુંટણી શાખામાં, રાજકોટના શહેર પ્રાંત અધિકારી ડી.પી.ચૌહાણ સાબરકાંઠા સ્ટેના ડયુટીમાં બદલી પામ્યા છે. સુરતના પી.આર.જાનીની નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે નવસારી બદલી થઇ છે.

તાલીમ પૂર્ણ કરનારા સીધી ભરતીના ૪૮ અધિકારીઓને પ્રાંત અધિકારી કક્ષાએ નિમણૂક આપવામાં આવી છે. ડો.વિપુલ સાકરિયાને પ્રાંત અધિકારી મંેદરડા, જયેશ લીખીયાને જૂનાગઢમાં ડે.મ્યુ.કમિશનર દક્ષેશકુમાર મકવાણાને તળાની પ્રાંત અધિકારી, પ્રિયંકકુમાર ગલચરને જસદણ પ્રાંત અધિકારી, પૂજા રાઠોડને રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી, ભૌમિકા કોરિયાને ભાવનગર પુરવઠા અધિકારી, ડો.મેહુલ બરાસરાને અમરેલી પુરવઠા અધિકારી તરીકે મૂકવામાં આવ્યા છે.

(10:27 am IST)