Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

ડીસામાં ચાલીસ વર્ષ જૂનુ હનુમાનજીનું મદિર તોડી પડાતા લોકોમાં ભારે રોષ :તંત્ર વિરુદ્ધ સુત્રોચાર કર્યા

ઈસ્ટ વેસ્ટ ગોલ્ડન કોરિડોર પોરબંદર-સિલ્ચર હાઇવે પર ફ્લાયઓવર માટે દબાણ દૂર કરાયા

ડીસા શહેરના વેલુનગરના નાકા નજીક આવેલું હનુમાનજીનું વર્ષો જૂનું મંદિર હટાવવા જતાં મામલો તંગ બની ગયો હતો. આસપાસના લોકોએ મંદિર હટાવવા મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટનાને પગલે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે માત્ર ચાલીસ મિનિટમાં ચાલીસ વર્ષ જૂનું મંદિર તોડી પાડવામાં આવ્યું હતું. આ મંદિર તોડી પાડતા આસપાસના વિસ્તારના લોકોએ વહીવટી તંત્ર અને સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. ડીસા શહેરમાથી પસાર થતાં ઈસ્ટ વેસ્ટ ગોલ્ડન કોરિડોર પોરબંદર-સિલ્ચર હાઇવે પર ફ્લાયઓવર મંજૂર થતાં કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ કામગીરીને પગલે રસ્તામાં આવતા દબાણો દૂર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

(1:11 am IST)