Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

હ્યુમન ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાશ : મુખ્ય સૂત્રધાર મહિલા બુટલેગર કમલા ભોસલે સુરતથી ઝડપાઇ

પકડાયેલ મહિલા બુટલેગર એક દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ

અમદાવાદમાં  મહિલા ક્રાઈમ બ્રાંચે બાળકોને ભીખ મંગાવવા અને ચોરી કરાવતી ગેંગની મુખ્ય સુત્રધાર મહિલા બુટલેગર કમલા ભોસલેની સુરતથી ઝડપી લીધી છે આ અગાઉ વટવામાંથી મહિલા પોલીસે બાળકોને રેસ્કયુ કરીને મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. જેમાં હ્યુમન ટ્રાફિકીંગના રેંકેટનો પર્દાફાશ થયો હતો. આ રેકેટમાં હજી 3 આરોપી વોન્ટેડ હોવાથી પોલીસ તેમની શોધખળો શરૂ કરી છે..ત્યારે પકડાયેલ મહિલા બુટલેગર એક દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.

   મહિલા ક્રાઈમ બ્રાન્ચના એસીપી મીની જોસેફએ જણાવ્યું હતું કે આ મહિલા બુટલેગર હ્યુમન ટ્રાફીકીંગ કેસની મુખ્ય આરોપી છે. મહિલા બુટલેગર કમલાએ સાત વર્ષ અગાઉ સુરતથી બે બાળકીઓને ઉઠાવીને તેની તસ્કરી કરી હતી.જે બાળકીઓ આરોપી કમલાએ અમદાવાદમાં રહેતા ભાભી આનંદી સલાટને 50 હજાર રૂપિયામાં આપી હતી. જે સમગ્ર હક્કિત જૂન મહિનામાં મહિલા ક્રાઇમ બ્રાચે વટવામાં આવેલા માનવનગરમાં એક મકાનમાં દરોડા પાડ્યો હતો

(12:24 am IST)