Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

DPSના મંજુલા શ્રોફ, હિતેન વસંત અને અનિતા દુઆ હાઇકોર્ટના શરણે : આગોતરા જામીન માટે અરજી કરી

અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટે અરજી ફગાવતા હાઇકોર્ટમાં અરજી કરાઈ : ધરપકડથી બચવા આરોપીઓ હાલ ભૂગર્ભમાં

અમદાવાદ :અમદાવાદના હાથીજણના ડીપીએસના મંજુલા શ્રોફ, હિતેન વસંત અને અનિતા દુઆએ ધરપકડથી બચવા માટે હવે હાઈકોર્ટના શરણે ગયા છે  આરોપીઓએ આગોતરા જામીન માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટે આરોપીઓની અરજી ફગાવતા તેમણે હાઇકોર્ટમાં અરજી કરી છે. આ કેસમાં શુક્રવારે સુનાવણી હાથ ધરાશે. પોતાની ધરપકડથી બચવા આરોપીઓ હાલ ભૂગર્ભમાં છે. આરોપીઓ વગદાર હોવાથી કેસની તપાસને અસર પાડી શકે તે પ્રકારની સરકારની રજુઆતોને ગ્રાહ્ય રાખતા આ પહેલા જિલ્લા ગ્રામ્ય કોર્ટે આરોપીઓની અરજી ફગાવી હતી.

 

             મંજુલા શ્રોફ ,હિતેન વસંત અને અનિતા દુઆની આગોતરા જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી હતી. કોર્ટનું અવલોકન હતું કે આરોપીઓ પર ગંભીર પ્રકારનો ગુનો છે અને કેસની તપાસમાં આરોપીઓની હાજરીની જરૂર છે. આરોપીઓ વગદાર હોવાથી સાક્ષીઓ સાથે ચેડાં થઈ શકે છે માટે આગોતરા જામીન આપી શકાય નહીં. આગામી દિવસમાં ત્રણેયની ધરપકડ થઈ શકે છે.

(11:30 pm IST)