Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

વિરમગામ વાસીઓને આશાનું કિરણ દેખાયુ :શહિદ બાગના રિનોવેશન માટે ખાતમૂહુર્ત કરાયુ

વિરમગામના પુર્વ ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ, કાઉન્સીલર, ચીફ ઓફિસર સહીતના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત

વિરમગામ:અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં છેલ્લા ઘણા સમયથી શહીદ બાદનુ રીનોવેશન કરવાની નગરજનો માગણી કરી રહ્યા હતા. ગુરુવારે શહીદ બાગના રીનોવેશન માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને વિરમગામ વાસીઓને આશાનું કિરણ દેખાયુ છે.

  આ કાર્યક્રમમાં વિરમગામના પુર્વ ધારાસભ્ય ડૉ.તેજશ્રીબેન પટેલ, નગરપાલિકાના પ્રમુખ રીનાબેન પંડ્યા, નિલેશભાઇ ચૌહાણ, કાન્તિભાઈ પટેલ, દિપાબેન ઠક્કર, ચીફ ઓફિસર વિનોદભાઇ રાઠોડ સહીત નગરપાલિકાના અધિકારીઓ  કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

   વિરમગામના પુર્વ ધારાસભ્ય ડૉ.તેજશ્રીબેન પટેલે જણાવ્યું હતું કે,  વિરમગામ ના શહિદ બાગ ના ખાત મુરત પ્રસંગે ઉપસ્થિત રહેવાનું આમંત્રણ મળ્યું. આનંદ થયો કે ઘણા વખત થી વિરમગામ ના રહીશો ની રજુઆત હતી. આ શહિદ બાગમાં વિદ્યાર્થીઓ બેસીને વાંચતા હતા. નાના ભૂલકાઓ રમતા હતા. દીકરીઓ ગોર્યો અને વ્રત કરી રમતી હોય, બાળકો નાસ્તો કરતા હોય, ઘરડા માઁ - બાપ બેસી ને આખા મલક ની વાતો કરતા હતા.  યુવાનો આનંદ કરતા હતા. તે વ્યવસ્થિત બગીચો બને. હવે આશા રાખીએ કે, આપણી આ ઈચ્છાઓ પૂરી થાય. અંદર પેવર બ્લોક થી ચાલવાનો પાથ બને અને બાળકો માટે હીંચકા, લપસણી હોય તેવી અભ્યર્થના.

(9:23 pm IST)