Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

20 તારીખે રિઝલ્ટ ન આવ્યું તો ખેડૂતે હારવું પડશે: ' અવસર ' આવ્યો આંગણે એને પણ સ્વીકારવો પડે

રૂપાવટીના ખેડૂત વેદના સંમેલનમાં હાર્દિક પટેલના સરકાર સામે આકરા પ્રહાર

 

પાસના સુપ્રીમો હાર્દિક પટેલે સરકાર સામે આકરા પ્રહાર કર્યા હતા રૂપાવટીમાં ખેડૂત વેદના સંમેલનમાં હાર્દિક પટેલે કહ્યું હતું કે ગુજરાત ની પરિસ્થિતિ ખરાબ છે

વીજળી નથી મળતી, પાક વીમા નથી આપવામાં આવતા સ્થિતિ સામે આપણે લાચાર છીએ

 હાર્દિક પટેલે કહ્યું કે તમે નથી બોલી રહ્યા , તમે બધા લાચાર છો , યુવાનો બેરોજગાર છે. નોકરી નથી મળતી આપણે જેને ચૂંટી તેને સાહેબ કહેવાનું બંધ કરો તો તમારા કામ થશે

  હાર્દિકે કહ્યું કે 20 તારીખે રિઝલ્ટ આવ્યું તો ખેડૂતે હારવું પડશે.અવસર આવ્યો આંગણે એને પણ સ્વીકારવો પડે ધ્યાન રાખજો છેલ્લા  25 વર્ષથી ભાજપની સરકાર છે , 20 વર્ષ થી કુંવરજીભાઇ છે. 6 મહિના થી મંત્રી બન્યા તેમને શુ કર્યું તે સવાલ કરવાના છે  2 મહિના માં 23 ખેડૂતે આત્મહત્યા કરી , કોઈ નેતા ખેડૂત ના ઘરે નથી ગયો  આપણે દરેક વસ્તુ સહન કરીએ છીએ

 જસદણ અને વીંછીયા સાથે વિકાસ ની સાવકી મા જેવો વ્યવહાર કરવામાં આવ્યો જસદણ વીંછીયા માં વિકાસ નો જન્મ નથી થયો : 5 રાજ્યોના પરિણામ આવ્યા

ત્યાંની જનતા જાગૃત છે આપણે હજુ જાગૃત નથી

 ખેડૂતો સામે આપણે લડતા નથી. લડાઈ સમજના હિત માટેની છે યુવાન ના ભવિષ્ય ની છે  જસદણ વીંછીયામાંથી મારે તમારા મત નથી લેવાના ભાજપ કોંગ્રેસના ગુંદી ગાઠીયા ખાવા વિનંતી કરું છું

  હાર્દિક પટેલે લોકોની સહનશક્તિ અંગે કહ્યું કે લોકરક્ષક માં પેપર લીક થયાપરંતુ  યુવાન સામે નથી આવતો  CNG માં ભાવ વધે તો રીક્ષા ચાલકો હડતાલ કરે DAP ના ભાવ વધે તો ખેડૂત વિરોધ નથી કરતો  ગેસ ના બાટલા ના ભાવ વધે એક પણ લોકો બોલવા તૈયાર નથી

ડીઝલના ભાવ વધ્યા કોઈ બોલવા તૈયાર નથી તમાશો જોવામાં બધા ને રસ છે અમે ભાજપમાં ગયા હતા.. એટલે અમને બદનામ કરવામાં આવ્યાઅમને ડર નથી એટલે અમે મોદી ની સામે છાતી ઠોકી ને લડવા ઉભા થયા છીએ

 હાર્દિકે કહ્યું કે ગુજરાત વિકાસ મા પાછળ ધકેલાય રહ્યું છે 18 વરણ દુઃખી છે એટલે આજે ખેડૂત વેદના સંમેલન કરવું પડ્યું તેલ 2000 રૂપિયા મગફળી 700 રૂપિયા પણ કોઈ બોલવા તૈયાર નથી  રાજ્યના 43% ખેડૂત ના ખાતામાં માત્ર 10 હજાર રૂપિયા છે  સરકાર ભાજપ ખેડૂત વિરોધી સરકાર છે

તામરા પર આરોપ કરે , સેક્સ સીડી બહાર પાડે ભાજપ સરકાર  મને કોઈ મકાન ભાડે નથી આપતું , સરકાર કિનાખોરી કરે છે

(1:09 am IST)