Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

વલસાડ: સિવિલ હોસ્પિટલનાં કોન્ટ્રાકટ પર ફરજ બજાવતા 300 કર્મચારીઓને બોનસ નહીં મળતા હડતાલ પર ઉતર્યા

કોર્ટના હુકમ બાદ પણ કોન્ટ્રાકટર દ્વારા નોકરી પર પાછા ના લેવાતાકલેક્ટરને આવેદન પાઠવ્યું

વલસાડ સિવિલ હોસ્પિટલ અને જી.એમ.આર.એસ. મેડિકલ કોલેજમાં કોન્ટ્રાકટ પર ફરજ બજાવતા 300 જેટલા કર્મચારીઓને બોનસ ન મળતા હડતાલ પર ઉતર્યા હતા.

  કર્મચારીઓ દ્વારા ગુજરાત મજદૂર સભાના નેજા હેઠળ કોર્ટમાં કેસ પણ દાખલ કર્યો હતો. જેના પગલે વલસાડ સિવિલ હોસ્પિટલ ના કોન્ટ્રાક્ટર અને વિશ્વ એન્ટરપ્રાઇઝ એજન્સીને વલસાડ લેબર કમિશનરની હાજરીમાં પાછા નોકરી પર લેવા માટે કોર્ટ દ્વારા હુકુમ કરવામાં આવ્યો હતો.

  પરંતુ કોન્ટ્રાકટર દ્વારા નોકરી પર પાછા ના લેવાતા આખરે તમામ કર્મચારી ભેગા મળી વલસાડ કલેકટર ને આવેદન પત્ર પાઠવ્યું હતું સાથે કર્મચારીઓ સાથે ન્યાય થાય એવી માંગ કરી હતી.

(10:22 pm IST)