Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

લાંચના છટકામા ઝડપાયેલ પાટણના તત્કાલીન મદદનીશ ભુસ્તરશાસ્ત્રીના ટેબલના ખાનામાંથી મળેલ રોકડ ૧ લાખની રકમના ખુલાસા અસંતોષકારક જણાતા એસીબી દ્વારા આરોપી અજીતસિંગ યદુવંશીની અટક : બોર્ડર વિંગના મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિંહ ગોહિલ દ્વારા એસીબી વડાના આદેશથી આકરૂ પગલું

રાજકોટ :તા. રર-૭-ર૦૧૬ ના રોજ લાંચના છટકામાં ઝડપાયેલ પાટણના તત્કાલીન મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની એસીબીના સર્ચ દરમ્યાન ટેબલના ખાનામાંથી મળી આવેલ રૂા.૧ લાખ બાબતે આરોપી અત્યાર સુધી કોઇપણ પ્રકારના સંતોષકારક જવાબ ન આપવા સાથે અત્યાર સુધી  જેે નિવેદનો આપ્યા તે વિરોધાભાસી હોવાનું જણાતાં એસીબીના પીઆઇ એચ.એસ. આચાર્ય દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની જોગવાઇઓ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરેલ.

ભુજ ખાતેના બોર્ડર રેન્જના એસીબી મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિંહ એચ. ગોહિલ દ્વારા ચાલતી તપાસમાંં આવક કરતા વધુ સંપત્તિ જણાઇ આવતા આરોપી અજીતસિંગ જગતસિંઘ યદુવંશીની (તત્કાલીન મદદનીશ ભુસ્તરશાસ્ત્રી) પાટણ વર્ગ-ર ની અટક કરવામાં આવ્યાનું એસીબી સુત્રો જણાવે છે. મોટામાથાઓ સામે આકરી કાર્યવાહીની કેશવકુમારની ઝુંબેશ આગળ ધપી છે.

(9:40 pm IST)