Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

શનિવારે વડોદરામાં દેશની સૌપ્રથમ રેલવે યુનિવર્સીટીનું લોકાર્પણ

રેલવે મંત્રી પિયુષ ગોયલ અને મુખ્યમંત્રી હસ્તે થશે લોકાર્પણ :મેયર,સંસદસભ્ય અને ધારાસભ્યો રહેશે ઉપસ્થિત

વડોદરા :વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના દ્રષ્ટિવન્ત નેતૃત્વમાં વડોદરામાં નિર્માણ પામેલી દેશની સૌપ્રથમ રેલવે યુનિવર્સિટીનો લોકાર્પણ શનિવારે 15 ડિસેમ્બરે બપોરે 4 વાગ્યે મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી અને કેન્દ્રીય રેલ મંત્રી પીયૂષ ગોયલ કરશે

 વડોદરામાં લાલ બાગ ખાતે રાષ્ટ્રીય રેલ અને પરિવહન સંસ્થાન  પરિસર માં આયોજિત આ લોકાર્પણ અવસરે વડોદરાના મેયર ડો.જીગીષા બહેન ભટ્ટ તેમજ સાંસદ રંજન બહેન ભટ્ટ અને ધારાસભ્યો ઉપસ્થિત રહેશે

    આ રેલવે યુનિવર્સિટી માં બી.એસ.સી ઈન ટ્રાન્સપોર્ટેશન ટેકનોલોજી અને બી બી એ ઈન ટ્રાન્સપોર્ટેશન મેનેજમેન્ટના અભ્યાસ કર્મો શરૂ કરવામાં આવ્યા છે

  કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલયે માળખાકીય વિકાસ માટે આ યુનિવર્સિટીને પાંચ વર્ષના પ્રોજેક્ટ અંતર્ગત 421 કરોડ રૂપિયા ની ફાળવણી કરી છે

(9:08 pm IST)
  • મ.પ્રદેશના મુખ્યમંત્રી બનશે કમલનાથ : સાંજે સત્તાવાર એલાન : રાહુલ ગાંધીએ મંજુરીની મ્હોર લગાવી access_time 4:05 pm IST

  • મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યા બાદ આજે શિવરાજસીંહ ચૌહાણે જાહેર કર્યું હતું કે " હું હવે કેન્દ્રમાં નથી જવાનો. હું જીવ્યો છું મધ્યપ્રદેશમાં અને મરીશ પણ મધ્યપ્રદેશમાંજ." access_time 3:37 pm IST

  • અમરેલી જિલ્લાના બાબાપુરના તલાટી મંત્રી પર હુમલો : અમરેલી જિલ્લાના બાબાપુર ગામના એક શખ્સ વિરુદ્ધ તલાટીએ પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી છે એક મહિના પહેલા મરણના દાખલો કાઢવા બાબતે એક વ્યક્તિ સાથે રક્ઝક થઈ હતીગ્રામપંચાયતના કામે જઈ રહેલા તલાટીએ ફરજમાં રૂકાવટની પોલીસ ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરી છેસામે પક્ષેથી પણ સિવિલમાં દાખલ થઇ ફરિયાદ કરવાની તજવીજ શરુ કરાઈ છે access_time 4:02 pm IST