Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

સુરતના હજીરા હાઈવે ઉપર ટ્રકની અડફેટે યુવકનું મોત:લોકો વિફર્યા :કર્યું ચક્કાજામ

સુરતનાં પલસાણા હજીરા હાઈવે ઉપર ટ્રક ચાલકે એક યુવાનને અડફેટે લેતાં ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. અકસ્માતના પગલે ગુસ્સે ભરાયેલા આભવા ગામના લોકોએ હાઈવે જામ કરી દીધો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  અંગે મળતી વિગત મુજબ સુરત શહેરના પલસાણા હજીરા હાઈવે પરથી ટ્રક, ટેમ્પા, રિકશા પસાર થઈ રહ્યા હતાં. દરમિયાન એક ટ્રકના ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા એક યુવાનને અડફેટે લીધો હતો. યુવાનનું ગંભીર ઈજાના પગલે સ્થળ પર જ મોત નિપજયું હતું

  ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. પલસાણા હજીરા હાઈવે ઉપર અકસ્માતના પગલે આભાવા ગામના લોકોએ હાઈવે જામ કર્યો હતો. હાઈવે જામના પગલે રસ્તા ઉપર ટ્રકોની 5 કિલોમીટર સુધી લાંબી કતારો જોવા મળી હતી

 

(8:17 pm IST)