Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

આણંદ-વિદ્યાનગર રોડ પર ડુપ્લીકેટ ચાવીની મદદથી ગઠિયાએ બે બાઈકની ચોરી કરી

આણંદ:આણંદ-વિદ્યાનગર રોડ ઉપર આવેલા આવિષ્કાર કોમ્પલેક્ષ પાસ ેગત ૮મી તારીખના રોજ રાત્રીના સુમારે મુળ અંકલેશ્વરના પરંતુ હાલમાં બાકરોલ ખાતે રહેતા ગુંજનભાઈ રાજેશભાઈ ભાયાણીએ પલ્સર બાઈક નંબર જીજે-૧૬, બીસી-૭૯૯૪નું પાર્ક કર્યું હતુ જે બાઈક કોઈ શખ્સો ડુબ્લીકેટ ચાવીની મદદથી ચોરી કરીને લઈ ગયા હતા. બીજા બનાવમાં તારાપુર ખાતે રહેતા દિગ્વિજયભાઈ હસમુખભાઈ પારેખે ગત ૬ઠ્ઠી તારીખના રોજ મનુભાઈ લોખંડવાળા કોમ્પલેક્ષ સામે આવેલ શારૂમની બહાર પોતાનું બાઈક નંબર જીજે-૨૩, બીઆર-૫૨૪૭નું લોક માર્યા વગર પાર્ક કર્યું હતુ જે બાઈક કોઈ ચોરી કરીને ફરાર થઈ ગયું હતુ. આ અંગે આણંદ શહેર અને તારાપુર પોલીસે બે અલગ-અલગ ગુનાઓ દાખલ કરીને તપાસ હાથ ઘરી હતી. 

 

(5:21 pm IST)