Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

કઠલાલ નજીક લગ્ન કરાવવાની લાલચ આપી ઠગ ટોળકીએ યુવક પાસેથી 1.35 લાખની છેતરપિંડી આચરી

કઠલાલ:ના રાવળ યુવકના લગ્ન કરાવી આપવાનો વિશ્વાસ આપી ઠગ ટોળકીએ રૂા. ૧.૩૫ લાખ લઈ લગ્ન થયા બાદ યુવતીને પીયરમાં તેડી જઈ પરત ન મોકલી છેતરપિંડી કરનાર મહિલા સહિત ચાર ઈસમો વિરૂધ્ધ ે કઠલાલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. 

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ કઠલાલના ભાવસારવાડમાં રહેતા કનુભાઇ રાવળને દોઢેક માસ અગાઉ ભુરાભાઇ રાવળે તેમના રપ વર્ષીય દિકરા ગોવિંદભાઇ માટે યોગ્ય કન્યા બતાવવા વાત કરી હતી.  આથી ભુરાભાઇએ મલેકપુરામાં ં રહેતી મુમતાઝબેન ઉર્ફે મુન્નીબેન અનવરભાઈ મલેક તેમના ઓળખીતા મારફત કેવડીયા કોલોની વિસ્તારની કન્યા હોવાનું જણાવ્યાબાદં કનુભાઈ રાવળ તથા ભૂરાભાઈ મલેકપુરામાં રહેતા મુમતાઝબેન મલેકના ઘરે ગયા હતા.જયાં મુન્નીબેને મોબાઇલના વોટસએપમાં છોકરીનો ફોટો મંગાવીને બતાવ્યો હતો જે સૌને પસંદ પડતા મુમતાઝબેને ખર્ચપેટે ૧.પ૦ લાખની વાત કરી હતી. બાદમાં ગત ર૯ ઓકટો.ર૦૧૮ના રોજ યુવક અને તેના પિતા ઇકો ગાડીમાં મુમતાઝબેન સાથે કેવડીયા ગયા હતા. જયાંથી તેઓ બાલાભાઇ તડવીને લઇને ગાડકોઇ(તા.ગરૂડેશ્વર) પહોંચ્યા હતા. જયાં બતાવેલ યુવતી પસંદ પડી હોવાની લગ્ન ખર્ચના ૧.પ૦ની માંગણી કરતા છેવટે રૂા. ૧.૩૦ લાખ આપવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ નડિયાદ કોર્ટમાં લગ્ન કરવા આવવા ગાડીના ભાડાના રૂા. ૫૦૦૦ તથા વચેટીયા રમેશભાઈ તડવીને રૂા. ૨૦૦૦ આપ્યા હતા. જેથી આ ટોળકી છોકરીને લઈ નડિયાદ લઈ જઈ આશાબેન ગણપતભાઈ તડવીના ગોવિંદભાઈ સાથે ફૂલહાર વિધિથી લગ્ન કરાવ્યા હતા. લગ્ન કરાવ્યા બાદ છ દિવસ સુધી આશાબેન સાસરીમાં રહી હતી અને ધનતેરસે દંપતીને માતાજીને પગે લગાડવા મોકલવા જણાવ્યું હતું. જેથી ગોવિંદ પત્ની આશાબેન તડવીને લઈ ગાડકોઈ ગામે ગયા હતા. ત્યારે યુવતીના માતા-પિતાએ દિવાળી પછી આશાબેનને સાસરીમાં મોકલીશું. દિવાળી પછી તેડવા આવજો તેમ જણાવતા ગોવિંદ અને તેની સાથે ગયેલા લોકો કઠલાલ ઘરે પરત આવ્યા હતા. દિવાળી પછી પુત્રવધુને તેડવા કેવડીયા ગાડકોઈ જતા યુવતીના માતા મળ્યા હતા ત્યારે રતનબેને જણાવેલ કે મારી કોઈ દીકરી નથી ધામદરાના રમેશભાઈ ભગવાન તડવી તથા મોજરા ગામના બાલાભાઈ બચુભાઈ તડવી છોકરીને લઈને આવ્યા હતા અને આશાની માતા બનવા રૂા. ૫૦૦૦ આપ્યા હતા. જ્યારે બાકીના પૈસા મુન્નીબેન, ભુરાભાઈ, રમેશભાઈ તડવી તથા બાલાભાઈ તડવીએ વહેંચી લીધા હોવાનું જણાવ્યું હતું. આમ ઠગ ટોળકીએ લગ્ન કરાવવાની લાલચ આપી કઠલાલના રાવળ પરિવાર સાથે રૂા. ૧.૩૫ લાખ ખર્ચ પેટે લઈ બાદમાં કન્યાને ન મોકલી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે કનુભાઈ પૂંજાભાઈ રાવળની ફરિયાદ આધારે કઠલાલ પોલીસે મુમતાઝબેન ઉર્ફે મુન્નીબેન અનવરભાઈ મલેક, ભૂરાભાઈ મોહનભાઈ રાવળ (બંને રે. કઠલાલ) રમેશભાઈ ભગાભાઈ તડવી (રે. ધામદરા, તા. ગરૂડેશ્વર), બાલાભાઈ બચુભાઈ તડવી (રે. મોજરા, તા. ગરૂડેશ્વર) તથા રતનબેન ગણપતભાઈ તડવી (રે. ગાડકોઈ ગરૂડેશ્વર) સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:18 pm IST)