Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

ભારત આખામાં હીરાના વ્યાપારની સામે સરકારે દાખવી ઉદાસીનતા: કારીગરોએ કરી સહાયની માંગ

ડીસા:ભારતમાં ખેતી બાદ સહુથી વધુ રોજગારી આપતો હીરા ઉદ્યોગનો વ્યવસાય છે પરંતુ સરકારની આ ઉદ્યોગ પ્રત્યેની ઉદાસીનતાએ હીરા ઉદ્યોગને મૃતપ્રાય અવસ્થામાં પહોંચાડી દીધો છે. જેને લઈ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો સરકાર સામે સહાયની માંગ કરી રહ્યા છે.

દેશમાં સૌથી વધુ બેરોજગારોને રોજગારી પુરી પાડતા હીરા ઉદ્યોગ પ્રત્યે સરકારની ઉદાસીનતા આ ઉદ્યોગને મૃતપ્રાય અવસ્થામાં ખસેડી રહ્યો છે અને આજે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો સરકાર સમક્ષ સહાયની માંગ કરી રહ્યા છે. હીરા ઉદ્યોગ સાથે સંકાયેલા લોકો એકદમ ગરીબ પરિવારમાંથી આવતા હોય છે અને હીરા ઉદ્યોગ દેશની બેરોજગારીને દૂર કરવામાં સહુથી વધુ અસરકારક છે.

(5:17 pm IST)