Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

થાઈલૅંડનમાં હીરાનો વેપાર વધારવા માટે કારીગરોને વર્ક પરમીટ અપાવવાની પ્રતિનિધિઓની માંગણી

સુરત:સિલ્વર જ્વેલરી અને જેમસ્ટોન જ્વેલરીમાં થાઈલેન્ડની નિપુણતા છે, ત્યારે થાઇલેન્ડ સાથેનો વેપાર કેમ વધે અને તેનો લાભ સ્થાનિક જ્વેલરી મેન્યુફેક્ચર કઈ રીતે મળી શકે એની ચર્ચાઓ થાઈલેન્ડ સરકારના પ્રતિનિધિ સાથે જીજેઇપીસીએ કરી હતી. આગામી વર્ષમાં બેંગકોક ખાતે યોજાઇ રહેલા જ્વેલરી શોમાં ભાગ લેવા માટેનું આમંત્રણ આપવા માટે મિનિસ્ટ્રી ઓફ કોમર્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રીમતી સુપાત્રા સ્વાંએગ શ્રી સુરત આવ્યા હતા.

જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ગુજરાત પ્રમુખ દિનેશ નાવડિયાએ ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટિટયૂટ અને થાઇલેન્ડ જેમોલોજીકલ લેબોરેટરી વચ્ચે ગ્રેડેશન માટેના કોલોબ્રેશન થાય એવી રજૂઆત કરી હતી. જોકે, થાઈલેન્ડમાં ફેક્ટરી શરૂ કરવા માટે અહીંના વર્કરોને વર્ક પરમિટ મળે એવી માંગ પણ તેમણે ચર્ચા દરમિયાન કરી હતી. થાઈલેન્ડની જેમાં માસ્ટરી છે, એવા સિલ્વર જ્વેલરીમાં ટેકનોલોજી કોલોબ્રેશન થાય તથા ડાયમંડ જ્વેલરીના ડાયરેક્ટ ઓર્ડર સુરતના મેન્યુફેક્ચર મળે એવી રજૂઆત તેઓની હતી.

(5:04 pm IST)