Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

સુરતમાં લગ્ન મંડપમાં જવાનો દુલ્હનનો નવો ટ્રેંડ: યુવતીએ રિક્ષામાં એન્ટ્રી કરવાની જીદ કરી

સુરત: સહિત આખા ગુજરાતમાં હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. લગ્ન વખતે દુલ્હા અને દુલ્હનની એન્ટ્રી ભપકાદાર હોય તેવો નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આવા ટ્રેન્ડની વચ્ચે સુરતની એક દુલ્હને જરા હટકે નવો જ ટ્રેન્ડ શરૂ કર્યો છે. સુરતના પીપલોદ વિસ્તારમાં રહેતી યુવતીએ લગ્નમંડપમાં પોતાની એન્ટ્રી રિક્ષામાં કરવાની જીદ કરી હતી. બહેનની આ જીદ તેના ભાઈએ પૂરી કરી બહેનને ભેટ આપી હતી.

સુરતમાં હાલ જોરમાં ચાલી રહેલા લગ્ન પ્રસંગમાં દુલ્હા અને દુલ્હનની એન્ટ્રી જાનૈયાઓ લગ્નમાં આવનાર માટે એક સંભારણું બની રહે તેવા ટ્રેન્ડ શરૂ થયા છે. કોઈ લગ્નમાં દુલ્હનની એન્ટ્રી Train લટકાવેલા પ્લેટફોર્મને થાય છે તો કોઈક જગ્યાએ દુલ્હનને તેના ભાઈઓ આકર્ષક સજાવેલી ડોલીમાં લાવતા જોવા મળે છે. તો કોઈક જગ્યાએ ફૂલોથી અને લાઈટીંગથી શણગારેલી ઘોડાગાડી કે મોંઘીદાટ ગાડીમાં દુલ્હનની એન્ટ્રી મંડપ સુધી કરવામાં આવે છે.

દુલ્હનની એન્ટ્રી યુનિક અને ભપકાદાર રીતે થાય તે માટે લાખો રૂપિયાનો ખર્ચો કરતા લોકો અચકાતા નથી. સુરતના લગ્નમાં દુલ્હનની એન્ટ્રીને યાદગાર બનાવવા માટે નવી નવી ટેકનીક અપનાવવામાં આવે છે. હજારો અને લાખો રૂપિયાનો ખર્ચ કરીને દુલ્હનની એન્ટ્રી યુનિક બનાવવાના ટ્રેન્ડ વચ્ચે સુરતની એક યુવતીએ નવો જ ટ્રેન્ડ શરૂ કર્યો છે. પીપલોદ વિસ્તારની પ્રિયંકા જાની લગ્નમંડપ સુધી ભપકાદાર એન્ટ્રીને બદલે રીક્ષા આવતી જોવા મળી હતી. 

(5:04 pm IST)