Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2019 અંતર્ગત સાયન્સ સિટી ખાતેનું ભવિષ્યલક્ષી ટેકનોલોજીનું નિદર્શન જીવનને વધુ અદ્યત્તન અને સુવિધાપૂર્ણબનાવવામાં ટેકનોલોજીની ભૂમિકાથી માહિતગાર કરશેઃ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગનું “શેપિંગ એ ન્યુ ઈન્ડિયા” સ્પેસ ટ્રાવેલ ઉપરનું પ્રદર્શન દેશવિદેશની સ્પેસ ક્ષમતાનો પરિચય કરાવશે: સચિવશ્રી ધનંજય દ્વિવેદી

આગામી વાયબ્રન્ટ સમિટમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્ષેત્રને વધુ પ્રાધાન્ય અપાશે: સ્પેસ ટેક્નોલોજી પ્રદર્શન તારીખ 17 મી જાન્યુઆરી થી 11 મે 2019 સુધી ચાલુ રહેશે: માઈક્રોસોફ્ટ, આઈબીએમ જેવી ખ્યાતનામ કંપનીઓ અદ્યત્તન ભવિષ્યલક્ષી ટેકનોલોજીના પ્રદર્શનમાં ભાગ લેશે: પાણીમાં જીવનરક્ષક ટેકનોલોજી, સ્માર્ટ હોમ ઓટોમેશન, રોબોટિક ટેકનોલોજી અને સુપર કોમ્પ્યુટર્સ, એડવાન્સ કૃષિની ભાવિ ટેકનોલોજી આશ્ચર્ય ફેલાવશે: નાશાનું ક્યુરિયોસિટી મંગળ રોબર, ચંદ્ર પરનું ઘર- મૂન હેબિટેટ, અવકાશ સંશોધન ઉપરાંત 20 થી વધુ સંશોધનોના મોડેલો આકર્ષણરૂપ

ગાંધીનગર : ભાવિ ટેકનોલોજી લોકોના જીવનને કેટલી હદે વધુ અપડેટ અને સુવિધાપૂર્ણ બનાવી શકે તે નિહાળવું હોય તો વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2019 અંતર્ગત સાયન્સ સિટી ખાતે યોજાનારું વિશાળ અને અદ્યત્તન એવું ફ્યુચરિસ્ટીક ટેકનોલોજી તેમજ સ્પેસ ટ્રાવેલ વિષયક પ્રદર્શનની મુલાકાત લેવી પડે. આ બહુહેતુલક્ષી પ્રદર્શન દેશભરમાં આગવું હશે જેની માહિતી આપતા સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવશ્રી ધનંજય દ્રિવેદીએ જણાવ્યું હતું કે, ભવિષ્યલક્ષી ટેકનોલોજીનું આ નિદર્શન જીવનને વધુ સુવિધાપૂર્ણ બનાવવામાં ટેકનોલોજીની ભૂમિકાથી માહિતગાર કરશે.

અગ્રસચિવશ્રીએ જણાવ્યું હતું કે, આગામી મહિનામાં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019 અંતર્ગત અમદાવાદ સાયન્સ સિટી ખાતે  ભવિષ્યલક્ષી (ફ્યુચરિસ્ટીક) ટેકનોલોજી તેમજ સ્પેસ ટ્રાવેલ પર યોજાયેલા  પ્રદર્શનમાં વિશ્વની ખ્યાતનામ કંપનીઓ માઇક્રોસોફ્ટ, આઇબીએમ, ફિલીપ્સ જેવી જાણીતી ટેક કંપનીઓ પ્રદર્શનમાં ભાગ લેશે અને તેમના દ્વારા વિકસિત કરેલા સંશોધન પ્રોજેક્ટ્સને રજુ કરશે. ઓરોગ્ય ક્ષેત્ર, કૃષિ ક્ષેત્ર, શહેરી ગિતિશીલતાના ઉપકરણો તેમજ લાઈફસ્ટાઈલ સંબંધિત ટેક ઉપકરણોમાં એપ્લિકેશન્સ ધરાવતી ભવિષ્યલક્ષી ટેકનોલોજી વિશે મુલાકાતીઓ માહિતી પ્રાપ્ત કરી શકશે.

તેમણે ઉમેર્યું હતું કે, અમદાવાદ સ્થિત સાયન્સ સિટી ખાતે સાયન્સ અને ટેકનોલોજી વિષયક યોજાનારા પ્રદર્શનમાં વાણિજ્યિક હેતુ માટે ભવિષ્યમાં ઉપયોગમાં લેવાશે તેવી ટેકનોલોજીનું નિદર્શન કરવામાં આવશે. આ પ્રદર્શનમાં અદ્યત્તન ટેકનોલોજી વિશે માહિતગાર કરવામાં આવશે. ભવિષ્યલક્ષી ટેકનોલોજી પ્રદર્શનમાં વિવિધ સ્માર્ટ ગેઝેટ્સ, જેમ કે, ઘરના તમામ ગેઝેટ્સને કંટ્રોલ કરી શકે તેવા સાધનો, સેલ્ફ-ડ્રાઈવિંગ વાહનો, ફેસિયલ અને બાયો-મેટ્રીક ઓળખ પદ્ધતિ, રોબોટ્સ અને ડ્રૉન્સને નિદર્શનમાં રાખવામાં આવશે. નવીન ટેકનોલોજી આપણને વાસ્તવિકતા સાથે પરિચય કરાવે છે કે, આપણે અદ્યત્તન ટેકનોલોજીની  દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. આ ટેકનોલોજી દુનિયાના લેન્ડસ્કેપને બદલવાની ક્ષમતા ધરાવે છે જેનો અહીં પરિચય મળશે. મુલાકાતીઓને આ પ્રદર્શનમાં નવીન અને ભવિષ્યલક્ષી ટેકનોલોજીને અનુભવવાની તક મળશે. જેમાં માઈક્રોસોફ્ટ હાલો લેન્સ, આઇબીએમ વાટ્સન, ગૂગલ

લાઈફાઈ, એમેઝોન એલેક્સા, પાણીમાં સ્વયં ચાલે અને રીમોટની મદદથી જિંદગીને બચાવી શકાય તેવી લાઈફ સેવીંગ યુ-સેફ ટેકનોલોજી, સ્માર્ટ હોમ ઓટોમેશન, મિક્સ્ડ રિયાલિટી / ઑગમટેડ રિયાલિટી, ઈન્ડસ્ટ્રીયલ અને કસ્ટમર એપ્લિકેશનના ઉપયોગ માટે રોબોટિક, હોલોગ્રાફિક ટેક્નોલૉજી, કમ્પેનિયન રોબટ, ઈન્ડિજિનસ સ્પેસ સ્યૂટ અને સુપર કમ્પ્યુટર્સ વગેરેનો સમાવેશ થાય છે.

અગ્રસચિવશ્રીએ કહ્યું હતું કે, ગુજરાત સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા સ્પેસ ટ્રાવેલ વિષયક વૈશ્વિક પ્રવાહોને વણી લેતું વૈવિધ્યસભર  પ્રદર્શન દેશની સ્પેસ ટેકનોલોજીની ક્ષમતાને ઉજાગર કરશે પ્રદર્શનમાં 9000 ચોરસ ફીટથી વધુ વિસ્તારમાં આવરી લેવામાં આવશે. “શેપિંગ એ ન્યૂ ઈન્ડિયા થીમ પર પ્રદર્શન યોજવામાં આવશે. સાયન્સ સિટી ખાતે આયોજિત પ્રદર્શનનો ઉદ્દેશ દેશના યુવાનોના મનમાં સ્પેસ સાયન્સ અને ફ્યુચરિસ્ટિક ટેકનોલોજી ક્ષેત્રે  જિજ્ઞાશા જગાવીને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત ન્યૂ ઈન્ડિયા અને મેક ઈન ઈન્ડિયાના સંકલ્પને સાકાર કરવા એનેરું બળ પુરું પાડશે.

ભવિષ્યલક્ષી ટેકનોલોજી પ્રદર્શનમાં કૃષિ ક્ષેત્રે કરવામાં આવેલ એડવાન્સ ટેકનોલોજીનું પણ પ્રદર્શન કરવામાં આવશે તેની માહિતી આપતાં શ્રી દ્વિવેદીએ ક્હયું હતું કે, કન્સેપ્ટ ઓફ કન્ટેનર ફાર્મિંગ, અલ્ટીફર્મ મોડ્યુલર ઇનડોર ફાર્મ, 100 ટકા બાયોડિગ્રેડેબલ સબસ્ટિટ્યુડ ટુ પ્લાસ્ટિક, એડવાન્સ્ડ ડ્રાઇવિંગ અસિસ્ટ્ન્ટ સોલ્યુશન્સ, સ્માર્ટ ફેક્ટરી કોન્સેપ્ટ બાય પેનાસોનિક, હાયપરલૂપ મોબાલિટી, સ્માર્ટ એગ્રીકલ્ચર, ઑટોમેશન ટેકનોલોજી, ફિલિપ્સ લી-ફાય, એઆઈ-હેલ્થકેર સોલ્યુશન, ડ્રૉનનો (સર્વેલન્સ એન્ડ સિક્યુરીટી) અને અન્ય ટેકનોલોજી સાયન્સ સિટી ખાતે જોવા મળશે. ભવિષ્યલક્ષી ટેકનોલોજીનું નિદર્શન વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય જનતાને રોજિંદા જીવનને વધુ સુવિધાપૂર્ણ બનાવવામાં ઉચ્ચ ટેકનોલોજીની ભૂમિકા વિશે સમજ પ્રાપ્ત કરવામાં મદદરૂપ બનશે.

બિયોન્ડ પ્લેનેટ અર્થઃ ધ ફ્યુચર ઓફ સ્પેસ એક્સ્પ્લોરેશન ટાઈટલ પર સ્પેસ વિશેની માહિતી સાથે તૈયાર કરાયેલ પ્રદર્શન વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. પ્લેનેટ અર્થ બિયોન્ડમાં ઇમર્સિવ એન્વાયર્નમેન્ટ્સ અને ડાયોરામાસની એક શ્રેણી છે જે આગામી 50 થી 100 વર્ષના અવકાશ સંશોધનની ઝાંખી આપે છે. સોલાર સિસ્ટમ થિયેટર, રીટર્નિંગ ટુ ધ મૂન, એસ્ટરોઇડ એક્સપ્લોરિંગ, મંગળ પર વોયેજિંગ, આઉટર સોલર સિસ્ટમ સુધી પહોંચવું અને સૂર્યમંડળની બહારના વિવિધ વિભાગો વિશે પ્રદર્શને વિભાજિત કરવામાં આવશે.

આ ઉપરાંત આ પ્રદર્શનના આકર્ષણના કેન્દ્રો તરીકે જે વિષયો રજૂ કરાશે તેમાં અમેરિકન મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટરી, ન્યુયોર્ક (amnh.org) અને ઈઝરાયલના  મડાટેકઃ ઇઝરાયલ નેશનલ મ્યુઝિયમ ઓફ સાયન્સ, ટેક્નોલોજી એન્ડ સ્પેસ, હૈફાના સંયુક્ત ઉપક્રમે આ પ્રદર્શનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનની મુલાકાતથી વિદ્યાર્થીઓને વિવિધ વિષયો અંગે જાણકારી પ્રાપ્ત થશે.

આ સિવાય આ પ્રદર્શનમાં નાસાના ક્યુરિયોસિટી મંગળ રોવર, વોસ્ટૉક 1, સ્પુટનિક 1, મૂનબૂટ્સ, મૂન હેબિટેટ એક વિસ્તૃત ચંદ્ર આવાસ અને જીવન વિશેના સ્કેલ મોડેલ્સ સાથે સજ્જ કરવામાં આવશે જે ધ્યાનાકર્ષક રહેશે.

અવકાશ સંશોધનનો ઇતિહાસ અને વિજ્ઞાન આ પ્રદર્શનમાં જોવા મળશે જેમાં 20 થી વધુ વૈજ્ઞાનિકના સંશોધનોનો સમાવેશ થાય છે, જેમાં રશિયન સ્પેસ ગ્લોવ, લાઈફ-સાઈઝ મોડલ, ડાયોરામા અને વિડિયોનો સમાવેશ થાય છે. 17 મી જાન્યુઆરીએ સ્પેસ એક્સ્પ્લોરેશન પર પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવશે જે 11 મે સુધી પ્રદર્શન ચાલુ રહેશે. સાયન્સ સિટીમાં આયોજિત આ પ્રદર્શનની મુલાકાતથી લોકો સાયન્સ એન્ડ ટેકનોલોજીના ભાવિ વિકાસને નિહાળી શકશે.

(4:08 pm IST)