Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

ચા ના હોલસેલના વેપારીઓ પાસેથી ફુડ લાયસન્સનો કાયદો રદ્ કરો

ગુજરાત ટી ટ્રેડર્સ એસો.ના હોદ્દેદારોની વિજયભાઇ સાથે મુલાકાત : ઇ-વે બિલની લિમીટ પણ એક લાખ સુધીની કરોઃ દિનેશભાઇ કારીયા

રાજકોટઃ ગુજરાત ટી ટ્રેડર્સ એસોસીએશની હાલમાં જ નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવેલ, જેમાં પ્રમુખ શ્રી દિનેશભાઇ કારીયાએ હાદેદ્દારોની સાથે રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત કરેલ. વિજયભાઇએ સમગ્ર ટીમને અભિનંદન પાઠવી હાલમાં ખાસ કરીને ઇ-વે બીલ વિશે ચર્ચા કરવામાં આવેલ, ગુજરાતમાં ઇ-વે બિલની લીમીટ પચ્ચાસ હજાર રૂપિયાની છે. અને અન્ય રાજયોમાં એટલે કે મહારાષ્ટ્ર, રાજસ્થાન, અને મધ્યપ્રદેશમાં એક લાખથી એક લાખ પચ્ચાસ હજાર સુધીની લીમીટ છે મુખ્યમંત્રીશ્રીને રજુઆત કરવામાં આવેલ કે ગુજરાતમાં પણ એક લાખ રૂપિયાની લીમીટ થાય તો નાના વેપારીઓને જ મુશ્કેલી પડે છે તે ન પડે, કારણ કે નાના પાસે કોમ્પ્યુટર કે અને અનુલક્ષીને મુશકેલી પડે છે. તે ન પડે કારણકે નાના વેપારીઓને આમાથી મુકિત મળે. બીજુ કે ફુડ લાયસન્સને લગતા પ્રશ્નની  ચર્ચા કરવામાં આવેલી. જેમા ચા ના હોલસેલના વેપારમા ફુડ લાયસન્સ લેવાનો હાલમાં કાયદો આવેલ છે જે પહેલા ન હતો તો હોલસેલ ચા ના વેપારીઓ આસામ અને બંગાળમાં ચા ના બગીચાઓમાંથી પેક થેલા મંગાવીને પેક  જ થેલા વેચે છે, વેપારીઓ ચા નો ખોલતા હોતા નથી અને જે-તે ગાર્ડનની ચા હોય તે ગાર્ડનનાં ચા ના થેલા ઉપર  ચા ના ગાર્ડનવાળા લાયસન્સ ધરાવે છે અને પોતાના ચા નાં થેલા ઉપર લાયસન્સ નંબર પ્રિન્ટ કરેલ હોય છે, ગુજરાતના હોલસેલ ચા ના વેપારીઓને લાયસન્સ લેવાની જરૂરીયાત લાગતી નથી જેથી તેમાંથી મુકિત આપવા મુખ્યમંત્રીશ્રીને વિનંતી  કરવામાં આવેલ.

વિજયભાઇ તમામ પ્રશ્નો ગંભીરતા પુર્વક સમજી અને યોગ્ય નિર્ણય કરવાની   ખાત્રી આપેલ. ત્યારબાદ રાજયના અન્ન અને પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા સાથે પણ મુલાકાત કરી અને ફુડ લાયસન્સ વિશે ચર્ચા કરવામાં આવેલ.  આ શુભેચ્છા મુલાકાત પ્રમુખશ્રી દિનેશભાઇ કારીયા (મો.૯૬૨૪૦ ૩૫૯૩૫)ની આગેવાની હેઠળ એસોસીએશનનાં સલાહકાર શ્રી સેધાંભાઇ પટેલ અને પુર્વ પ્રમુખ શ્રી અરવિંદભાઇ બચ્છા, ઉપપ્રમુખે રતનલાલ શર્મા, રમણલાલ પટેલ, કમલભાઇ સેજપાલ, રવિન્દ્રભાઇ પટેલ, મંત્રીશ્રી નિરજભાઇ પટેલ, સહમંત્રીઓ કનુભાઇ પટેલ, હર્ષદભાઇ પિંડારીયા, જમનાદાસભાઇ, અજયભાઇ શેઠ અને એસોસીએશનના કાર્યાલય મંત્રી કાંતિભાઇ વોરા વગેરે ઉપસ્થિત રહેલ હતા.

(3:53 pm IST)