Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

લગ્ન પ્રસંગે જાનૈયાઓ માટે એસ.ટી.બસ હોટ ફેવરિટ

ખાનગી લકઝરી બસની તુલનાએ અડધું ભાડું અને લગ્નની થીમ પર શણગારેલી એસ.ટી. બસ લોકોની પ્રથમ પસંદ

અમવાદાદ તા. ૧૩ : અત્યારે લગ્ન સીઝન ચાલી રહી છેત્યારે લગ્ન માટે જાનમાં ઉપયોગમાં લેવાતી એસ.ટી.બસ લોકો માટે હોટ ફેવરિટ બની છે એક સમયે લગ્ન પ્રસંગે લકઝરી બસ લઇને જવું એ સામાન્ય વર્ગ માટે મુશ્કેલ હતું. હવે સરકારે આ વર્ષે લગ્નપ્રસંગે રાહતદરથી મળતી એસ.ટી.સેવા જાહેર કરતા આ લગ્ન સીઝનમાં લોકો તેનો ભરપુર લાભ લઇ રહ્યા છે. લગ્નની થીમથી શણગારેલી એસ.ટી.બસો જે જાન માટે તૈયાર કરાઇ છે તે લોકોને ખુબ પસંદ પડી રહી છે. માત્ર દેખાવ નહીં પરંતુ લકઝરી બસની સરખામણીએ અડધુ ભાડું હોવાથી લોકોને તે પરવડે છે છેલ્લા ૧પ દિવસમાં ૩૬૦ થી વધુ જાનૈયાઓની તે પહેલી પસંદ બની છે.

લગ્ન માટે ભાડે એસ.ટી.બસ સેવાના નકકી કરાયેલા ભાડા મુજબ ર૦ કિલોમીટર સુધી સિંગલ ફેરાના ૭૦૦ રૂપિયા જયારે ડબલ ફેરાન ૧ર૦૦ રૂપિયા ૪૦ કિલોમીટર સુધી સિંગલ ફેરાના ૧ર૦૦ રૂપિયા જયારે ડબલ ફેરા બે હજાર રૂપિયા અને ૬૦ કિલોમીટર સુધી સિંગલ રૂપિયા ૧પ૦૦ અને ડબલ ફેરાના ચાર હજાર રૂપિયા નિયત કરાયા છે.

લગ્ન પ્રસંગોએ ખાનગી ટ્રાવેલ્સના વિકલ્પે સરળ-સલામત એસ.ટી. બસ સેવાઓ એસ.ટી.નિગમ પુરી પાડશે. તેવી તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી હતી એસ.ટી. સેવાઓમાં નફો કે નુકસાન નહીં, પ્રજાજનોની સુવિધાઓ સગવડતાનો ધ્યેય હોવાથી ખાનગી લકઝરી ટ્રાવેલ્સની બસની તુલનાએ તેનું ભાડું અરધાથી પણ ઓછુ હોવાથી લોકોની તે પહેલી પસંદ બની છે.

સુપર એકસપ્રેસ બસમાં રાહત દરનું જે ભાડું રાખવામાં આવ્યું છે.તે મુજબ જતા આવતા ૪૦ કી.મી.થતા હોય તો જાન ફકત મુકવા માટે આવે તો રૂ.૧૦૦૦ અને મુકવા તથા લેવા માટે ઓ તો રૂ.ર૦૦૦, જતા આવતા ૮૦ કી.મી.થતા હોય તો જાન ફકત મુકવા માટે આવે તો રૂ.ર૦૦૦ તથા મુકવા અને લેવા માટે આવે તો રૂ.૪૦૦૦ તેમજ જતા આવતા ૧ર૦ કી.મી.થતા હોય તો જાન મુકવા માટે આવે તો રૂ.૩૦૦૦ તેમજ મુકવા તથા લેવા માટે આવે તો રૂ.૬૦૦૦ ભાડુ રાખવામાં આવ્યું છે. જયારે વધારાના ર૧ થી ૩૯ કી.મી. સુધી કી.મી. દીઠ રૂ.પ૦ તેમજ ૪૧ થી પ૯ કી.મી. સુધી કી.મી. દીઠ રૂ.પ૦ ભાડુ રાખવામાં આવ્યું છે આ યોજનામાં બસ ભાડે લઇ ગયા બાદ તેને રોકવામાં આવે તો કલાક દીઠ ભાડાનો અલગથી ચાર્જ ભરવાનો રહે છે. આ અગાઉ નજીકના રૂટ માટે મીનીમમ ભાડુ રૂ.૪પ૦૦ હતું જેમોઘું પડતું હતું.

(3:52 pm IST)