Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

વડોદરાવાસીઓને સુવિધાની જાણકારી અને ફરિયાદનું નિવારણ આંગણીના ટેરવે :મનપાની 'માય વડોદરા 'મોબાઈલ એપ લોન્ચ

વડોદરા સ્માર્ટ સીટી અંતગર્ત લોકોને સુવિધાની જાણકારી અને ફરિયાદના નિવારણમાં સરળતા રહે તે માટે મહાનગર પાલિકા દ્વારા માય વડોદરા મોબાઈલ એપ લૉંચ કરાઈ છે આ મોબાઈલ એપ અને ફ્રી વાઇફાઇ લોન્ચિંગ પ્રસંગે મેયર ડો,જિગીષાબેન શેઠ અને ધારાસભ્યો સહિતના ઉપસ્થિત રહ્યાં હતા

  માય વડોડરા મોબાઈલ એપ મારફત શહેરમાં ફરવાલાયક સ્થળોની માહિતી મેળવવા સાથે ,પ્રાથમિક સુવિધા માટેની ફરિયાદ કરી શકાશે તેમજ પ્રોપર્ટી ટેક્સ સહીત તમામ પ્રકારના કોર્પોરેશને લગતા ટેક્સ સબંધી માહિતી મેળવી શકાશે ઉપરાંત જાહેર શૌચાલય,સીટી બસ ગોરબેચ સહિતની માહિતી મળશે સિનિયર સીટીઝન અને મહિલાઓ માટે પેનિક બટનની સુવિધા પણ મળશે

  આ પ્રસંગે સ્માર્ટ સિટીના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશ્નર અજય ભાદુએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા વડોદરા કોને સ્માર્ટ સિટીમાં સમાવેશ કરાયો છે આજે વાઇફાઇ અને વડોદરા વાસીઓને ઘરબેઠા સુવિધા માટે માય વડોદરા મોબાઈલ એપ લોન્ચ કરાઈ છેમાય વડોદરા એપ ટાયરે જ સફળ કહેવાશે જયારે વડોદરાના તમામ નાગરિકો આ એપ ડાઉનલોડ કરશે

 

(11:47 am IST)