Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

સીતારામના વિવાહ એ જીવ અને ઈશ્વરનું મિલન : સુરત જિલ્‍લા પત્રકાર સંઘ દ્વારા રામકથા

રામકથામાં ભગવાનના લગ્‍નની ધામધૂમપૂર્વક ઉજવણી : પત્રકાર સંઘના પ્રમુખ જગદીશભાઇ હળપતિ અને નિલાબેન હળપતિના સન્‍માન

સુરત :  સુરત જિલ્લા પત્રકાર સંઘ આયોજિત પત્રકાર કલ્યાણનીધીના લાભાર્થે ગોવિંદાશ્રમમાં યોજાયેલી શ્રી રામકથામાં વક્તા શ્રી પ્રફુલભાઈ શુક્લ એ સીતારામ વિવાહ વર્ણન કરતા જણાવ્‍યું હતુ કે કથાના મુખ્ય યજમાન દેવનારાયણ ગૌધામ પરિવાર પૂ.તારાચંદ બાપુ , કિરણભાઈ દેસાઈ , કિશોરસિંહ રાજપુરોહિત, નિરંજનાબેન કલાર્થી (સ્વરાજ આશ્રમ) , પરભુભાઈ વસાવા (સાંસદ બારડોલી લોકસભા) , નરેશભાઈ પટેલ (સુરત ડ્રિસ્ટ્રિક બેંક ચેરમેન) દ્વારા પૂ.બાપુ નું સ્વાગત અને પોથીપૂજન થયું હતું.

ભગવાનના લગ્નની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. પૂ.તારાચંદ બાપુ અને દેવનારાયણ પરિવાર મોતા ભગવાન રામની જાન લઈને આવ્યા હતા. પરેશભાઇ દિવેચા એ કન્યાદાન સંપન્ન કર્યું હતું. બારડોલીના ડી.વાય.એસ.પી રૂપલબેન સોલંકી નું પત્રકાર સંઘના પ્રમુખ જગદીશભાઈ હળપતિ અને નિલાબેન હળપતિના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. પૂર્વ કેબિનેટ મંત્રી બારડોલી ભા.જ.પ ના ધારાસભ્ય ઇશ્વરભાઈ પરમાર તરફથી આજનો મહાપ્રસાદ અપાયો હતો. બાપુ એ કથાપ્રવાહ આગળ વધારતા સીતા વિદાય પ્રસંગ વર્ણવતાં કથા મંડપમાં શ્રોતાઓની આંખો અશ્રુથી છલકાઈ ઉઠી હતી. આજના દાતા હરીશભાઈ બચુભાઇ માળી તરફથી 25000 , અનિમેષભાઈ ચંપકભાઈ માળી તરફથી 21000 , ધી સાંધીયેર સેવા સહકારી મંડળી તરફથી 11000 , સત્યનારાયણ રાધેશ્યામ અગ્રવાલ સાંધીયેર તરફથી 21000 , મેહુલભાઇ કિશોરભાઈ આહીર સાંધીયેર તરફથી 11000 , જગદીશભાઈ પટેલ (પૂર્વ પ્રમુખ સુરત જિલ્લા કોંગ્રેસ) તરફથી 11000 , કામરેજ સુગર ફેકટરી તરફથી 21000 , જીગરભાઈ નાયક ( મહુવા બી.જે.પી પ્રમુખ ) તરફથી 11000, જીજ્ઞેશભાઈ પટેલ (પલસાણા તાલુકા પ્રમુખ) તરફથી 11111 , નિતેષભાઈ મોતીલાલ ગોયલ તરફથી 5100 , રમણભાઈ નારણભાઇ દેસાઈ (જલારામ પ્રાર્થના સમાજ પ્રમુખ) તરફથી 11000 , દયારામભાઈ ઠાકોરભાઈ દેસાઈ તરફથી 11000 , મોહનભાઇ સીતારામભાઈ દેસાઈ તરફથી 11000 , ગુણવંતભાઈ અંબાલાલ પટેલ તરફથી 2001 , પરભુભાઈ વસાવા બારડોલી સાંસદ તરફથી 11000 પત્રકાર કલ્યાણ નીધી માટે પ્રાપ્ત થયેલ છે.

(9:06 pm IST)