Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ૭ લાખના નશીલા પદાર્થના ગુન્હામાં નાશતા ફરતા મુખ્ય આરોપી મુસ્તકખાન મુંબઈથી પકડી પાડ્યો

નશીલા પદાર્થનો જથ્થો આરોપીએ ક્યાંથી તથા કોની પાસેથી કેવી રીતે મેળવ્યો તે અંગે પૂછપરછ તથા તપાસ.

અમદાવાદ : ૭ લાખના નશીલા પદાર્થના ગુન્હામાં નાશતા ફરતા મુખ્ય આરોપી મુસ્તાકખાન શરફટખાન રે.મલાડ ઇસ્ટ મુંબઇ વાળને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મુંબઇ થઈ પકડ્યો છે.

ગઈ તા.૧૧/૮/૨૦૨૧ ના રોજ અમદાવાદ બારૅજા ગામ તરફથી જેતલપુર ગામ તરફ આવતા હાઇવે રોડ ઉપર બ્રીજના નાકા પાસે આવેલ  ગોકુલેશ રાઇસ મીલ સામે સર્વિસ રોડ ઉપર જાહેરમાં બે આરોપીઓ (૧) યાકુબ ઇસ્માઇલ પલાસરા, રહે.રૂમ નંબર ૧૦, હાજી ચાલ, પઠાણ વાડો, આર.એસ. માર્ગ, મલાડ (ઇસ્ટ) મુંબઇ તથા (૨) મોહમંદસાદિક ઉર્ફે સજી મોહમંદરફિક પઠાણ, રહે. ખ/૪૩, રસુલાબાદ સાહિયા કોલોની, શાહઆલમ અમદાવાદનાઓને બિનઅધિકૃત નશીલો પદાર્થ મેફેડ્રોન (એમ.ડી.) ૭૦ ગ્રામ કિ.રૂ.૭,૦૦,૦૦૦/- ની મત્તાના જથ્થા સાથે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડી પાડી સદરી ઇસમો વિરૂધ્ધ ડી.સી.બી. પોલીસ સ્ટેશન પાર્ટ-બી ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૧૨ ૧૦૦૯૬ /૨૦૨૧ ધી એન.ડી.પી.એસ. એકટ કલમ ૮(સી) ૨૨ (સી)૨૯ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ.

ગુનામાં પકડાયેલ ૭૦ ગ્રામ એમ.ડી. કિ.રૂ.૭૦૦૦૦૦/- નો જથ્થો સપ્લાય કરનાર મુખ્ય આરોપી મુસ્તાકખાન શરાફતખાન પઠાણ રહે.ત્રિવોેણીનગર મલાડ (ઇસ્ટ) મુંબઇનું નામ ખુલવા પામેલ. જે આરોપી મુસ્તાકખાન આજદિન સુધી પકડાયેલ નહિ અને નાસતો-ફરતો હોય, જે વોન્ટેડ આરોપીને ઝડપી લેવા સારૂ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમ વીર સિંહ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ચૈતન્ય આર. મંડલીક સાહેબ નાઓએ સુચના તથા માર્ગદર્શન આપેલ. જે અનુંસધાને પોલીસ ઇન્સ્પેક્ટર  સી.બી.ટંડેલ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સ્કર્વાડના પો.સ.ઈ.  એમ.એમ.ગઢવી નાઓ પોલીસ ટીમ સાથે આ ગુનાના વોન્ટેડ આરોપીને શોધી કાઢવા સારૂ મુંબઈ મુકામે ગયેલ હતાં.

દરમ્યાન તા.૧૧/૧૧/૨૦૨૧ ના રોજ પો.સ.ઈ.  એમ.એમ.ગઢવી પોલીસ સ્ટાફના માણસો સાથે મુંબઈ ખાતે જઈ સ્થાનિક કુરાર પોલીસ સ્ટેશન ની પોલીસની જરૂરી મદદ મેળવી આ ગુનાના વોન્ટેડ આરોપીને શોધી કાઢવા સારૂ ચક્રો ગતિમાન કરૅલ પરંતુ સદરી આરોપીનું કોઈ ચોકકસ સરનામું ન હોય જેથી તેને શોધી કાઢવો મુશ્કેલ જણાયેલ. પરંતુ સ્થાનિક પોલીસ મારફતે બાતમીદારો દ્વારા ખાનગી રાહે માહિતી મેળવતાં ચોક્કસ બાતમી હકીકત મળેલ કે આ કામનો વોન્ટેડ આરોપી મુસ્તાકખાન અગાઉ ભગતસિંગ નગર-૨ ન્યુ લીંગ રોડ ગોરેગાંવ (વેસ્ટ) ખાતે ભાડેથી રહેતો હતો. પરંતુ ત્યાંથી મકાન ખાલી કરી દીધેલ છે, હાલમાં તે ત્રિવેણીનગરમાં ૧૯ માળના મૌલી ઓમકાર બિલ્ડીંગમાં ક્યાંક રહે છે.

જે બાતમી હકીકત આધારે સદરી વોન્ટેડ આરોપી મુસ્તાકખાન સ/ઓ શરાફતખાન હયાતખાન જાતે ખાન (પઠાણ), ઉ.વ.૪૨, રહે. ફ્લેટ નં.૧૮૦૮, ૧૮ મો માળ, મોલી ઓમકાર બિલ્ડીંગ, વીંગ એ-૧, ત્રિવેણીનગર, મલાડ (ઇસ્ટ), મુંબઈ, મહારાષ્ટ્ર મુળગામ: મદરહીયાપોસ્ટ.ઓંધહિ, તા.શોરાતગઢ, જિધો સિધ્ધાર્થનગર ઉત્તરપ્રદેશ નાને ૧૮ મા માળે આવેલ પોતાના ફ્લેટમાં પલંગની નીચે છુપાયેલ હાલતમાં પકડી પાડવામાં આવેલ. સદરીને મુંબઈથી અત્રે ક્રાઈમ બ્રાન્ચ ખાતે લાવી કાયદેસર કાર્યવાહી કરી, આ ગુનામાં તા.૧૨/૧૧/૨૦૨૧ ના કલાક ૧૪/૩૦ વાગે અટક કરી નામદાર કોર્ટમાં રજુ કરી સદરીના તા.૧૭/૧૧/૨૦૨૧ ના કલાક ૧૭/૦૦ વાગ્યા સુધીના પોલીસ કસ્ટડી રીમાન્ડ મેળવવામાં આવેલ છે.

આરોપીની કબુલાતઃ આ આરોપીએ આ કામે પકડાયેલ ૭૦ ગ્રામ એમ.ડી. .રૂ.૭,૦૦,૦૦૦/- ની મત્તાનો જથ્થો અગાઉ પકડાયેલ આરોપીઓને પુરો પાડી આ ગુનામાં મહત્વનો ભાગ ભજવેલ છે. 

આ કામે પકડાયેલ મેફેડ્રોનનો જથ્થો આ આરોપી ક્યાંથી અને કોની પાસેથી તેમજ કેવી રીતે મેળવેલ છે. તે બાબતે તેમજ તે અન્ય આવા પ્રકારના કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તેમજ તેની સાથે અન્ય કોઈ ઈસમો સંડોવાયેલ છે કે કેમ તે બાબતે સદરીની સઘન પુછપરછ તપાસ ચાલુ છે.

(7:48 pm IST)