Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

બનાસકાંઠાની મોટી બનાસ બેંકની ચૂંટણી માટે મતદાન થયુ : ૧પ તારીખે ઉમેદવારોનું ભાવી નકકી થશે

અમદાવાદ :  બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી બનાસ બેંકની ચૂંટણી માટે મતદાન યોજાયું. જેમાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. બનાસ બેંકની 9 બેઠકો માટે મતદાન યોજાયું હતું. જેમાં ઈતર વિભાગમાં 98.74 ટકા મતદાન થયું. ઈતર વિભાગમાં 716 મતદારોમાંથી 707 મતદારોએ મતદાન કર્યું હતું. જ્યારે સેવા વિભાગમાં 540 મતદારોમાંથી 535 મતદારોએ મતદાન કર્યું હતું.સેવા વિભાગમાં 9 તાલુકાનું મળી કુલ 99.07 ટકા મતદાન નોંધાયું છે. જો બેઠક મુજબ મતદાનની વાત કરીએ તો, દાંતીવાડા, લાખણી, સુઈગામ અને ભાભર બેઠક પર 100 ટકા મતદાન નોંધાયું.

દાંતીવાડા બેઠક પર 51માંથી 51, લાખણી બેઠક પર 70માંથી 70, સુઈગામમાં 29 માંથી 29 અને ભાભર બેઠક પર 48માંથી 48 મત પડ્યા હતા. આ ઉપરાંત પાલનપુર બેઠક પર 99 ટકા અને દિયોદર બેઠક પર 98 ટકા મતદાન નોંધાયું હતું. 15 નવેમ્બરે તમામ ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. 15 નવેમ્બરે મત ગણતરી યોજાશે.

બનાસબેંકના હુલામણા નામથી ઓળખાતી બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક શરૂઆતમાં ચેરમેન શાંતિલાલ એલ.શાહ દ્વારા જહેમત ઉઠાવીને બેંકને સધ્ધર બનાવવા માટે અનેક પ્રયત્નો કર્યા હતા અને ધીમે- ધીમે નાનકડી બનાસબેંક હવે ૧ર૪૪ કરોડની ડીપોઝીટ ધરાવતી આધુનિક બેંક બની છે. અને બેંક દ્વારા ૯૯૪.૭૩ કરોડની લોનનુ ધિરાણ કરતી બેંક ઉભરી આવી છે. આમ, બનાસકાંઠા જિલ્લામાં મધ્યસ્થ સહકારી બેંકએ સ્થાનિક બેંક તરીકે આગવું સ્થાન પ્રાપ્ત કર્યુ છે.

(11:07 pm IST)