Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

વિરમગામ તાલુકાના રહેમલપુર ખાતે તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : વિરમગામ તાલુકાના રહેમલપુર ખાતે તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. સાતમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓને આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં વિરમગામ તાલુકા ભાજપ પ્રમુખ કિરીટસિંહ ગોહિલ, મહામંત્રી રમેશભાઈ કોળીપટેલ, જીલ્લા સદસ્ય વિષ્ણુભાઈ જાદવ, દસરથભાઈ પટેલ અને ઉપપ્રમુખ જનકભાઈ પટેલ , કારોબારી ચેરમેન મયુરભાઈ ચાવડા , સદસ્ય હરિભાઈ પરમાર, ભાવાભાઈ, બાહદૂરસિંહ ઝાલા, રહેમલપુર ગામ ના સરપંચ, તાલુકા અધિકારી, મામલતદાર, અને સરકારી સ્ટાફ, સોશીયલ મીડિયા વિરમગામ તાલુકા ભાજપ ના કન્વીનર જીજ્ઞેશ સી હાડગરા અને કાર્યકર્તા પણ હાજર રહ્યા હતા.

(9:37 pm IST)