Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

લીઓ ક્લબ ઓફ વિરમગામ દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે મીઠાઈનું વિતરણ કરાયું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : લીઓ ક્લબ ઓફ વિરમગામ દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે મીઠાઈનું વિતરણ કરવામા આવ્યું હતું. દિવાળીના તહેવાર પર મોટાભાગના ઘરોમાં મીઠાઈ લાવવામાં આવતી હોય છે અથવા તો ઘરે મીઠાઈ બનાવવામાં આવે છે. પરંતુ ઘણા પરિવારો એવા પણ હોય છે કે તેઓ આર્થિક સ્થિતિના કારણે મીઠાઈ ખરીદી શકતા નથી. આવા જરૂરિયાત મંદ લોકોને લીઓ ક્લબ ઓફ વિરમગામની ટીમ દ્વારા મીઠાઇ આપવામાં આવી હતી તેમ લીઓ ક્લબ ઓફ વિરમગામના પ્રમુખ પુંડરીક વોરાએ જણાવ્યું હતું.

(10:42 pm IST)