Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

વીએસ હોસ્પિટલમાં બેડની હાલની વ્યવસ્થા તપાસી NHL મેડિકલ કોલેજમાં સીટ ભરવા હાઈકોર્ટમાં અરજી

પક્ષકાર MCI અને નેશનલ મેડિકલ કમિશનને પક્ષકાર તરીકે જોાડવવા માટે માંગ

અમદાવાદ શેઠ વાડીલાલ હોસ્પિટલમાં 1220 બેડની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ NHL મેડિકલ કોલેજમાં મેડિકલના વિધાર્થીઓ માટે 250 સીટ જાહેર કરી છે. ત્યારે અરજદાર તરફે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં માંગ કરવામાં આવી છે કે હોસ્પિટલમાં હાલ કેટલા બેડ કાર્યરત છે એ મુદ્દે તપાસ કરી NHL કોલેજમાં વિધાર્થીઓ માટે નેશનલ મેડિકલ કમિશન નવો નિણર્ય લે.

ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ ખેમરાજ કોષ્ટિ તરફે દાખલ કરવામાં આવેલી અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે વીએસ હોસ્પિટલમાં 1220 બેડની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ કેમ્પસમાં આવેલી NHL મેડિકલ કોલેજમાં મેડીકલના વિધાર્થીઓ માટે 250 સીટની જાહેરાત કરી હતી. જોકે અરજદાર દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે હાલના તબક્કામાં હૉસ્પિટલમાં માત્ર 150 બેડ જ કાર્યરત હોવાથી નેશનલ મેડિકલ કમિશન આ મુદ્દે તપાસ કરી હોસ્પિટલમાં હાલમાં કાર્યરત બેડની સંખ્યાને ધ્યાનમાં રાખીને વર્ષ 2020 -21ના મેડિકલ કોર્સ માટે સીટ ભરે. અરજદારનો દાવો છે કે MCI દ્વારા વીએસ હોસ્પિટલનું ઇન્સ્પેકશન ઓગસ્ટ – 2018માં કરવામાં આવ્યો હતો

 

અરજદાર દ્વારા વીએસ હોસ્પિટલ)ને લગતી જાહેરહિતની અરજીમાં પક્ષકાર MCI અને નેશનલ મેડિકલ કમિશનને પક્ષકાર તરીકે જોાડવવા માટેની માંગ કરી હતી. હાઈકોર્ટે આ કેસમાં હવે નેશનલ મેડિકલ કમિશનને પક્ષકાર તરીકે જોડાવવાની મંજૂરી આપી દીધી છે. વર્ષ 2018માં MCI દ્વારા કરાયેલા ઇન્સ્પેકશનમાં વીએસ હોસ્પિટલ શારદાબેન હોસ્પિટલ  અને નગરી હોસ્પિટલ (Nagri Hospital)ની બેડ સંખ્યા ધ્યાનમાં રાખીને 1220 બેડની વ્યવસ્થા માનવામાં આવી હતી અને તેના આધારે NHL મેડિકલ કોલેજમાં વિધાર્થીઓ માટે 250 સીટ જાહેર કરી હતી.

  અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ શૈક્ષણિક વર્ષ 2020 – 21 માટે નેશનલ મેડિકલ કમિશન દ્વારા NHL મેડિકલ કોલેજમાં 250 સીટ ઉપલબ્ધ હોવાની જાહેરાત કરાઈ છે. સરકારે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સ્થાને જવે નેશનલ મેડિકલ કમિશનને નવી રેગ્યુલેટરી બોડી જાહેર કરી છે

(9:34 pm IST)