Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

પિકઅપ વાનની અડફેટે બે મહિલા પોલીસ કર્મીનાં મોત

પિકઅપ વાને મોપેડને ટક્કર મારી : મહિના પહેલા પોલીસમાં ભરતી થયા હતા, તાપીમાં ઈ-ગુજકોપની ટ્રેનિંગ માટે કાકરાપાર પોસ્ટમાં કામ કરતા હતા

સુરત,તા.૧૩ : વ્યારામાં પિકઅપ વાનની અડફેટે બે મહિલા તાલીમાર્થી પોલીસકર્મીઓના મોત થયા હતા. બનાવ અંગે જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ પીકઅપ ઓવરટેક કરતા મોપેડ સવાર બે મહિલા પોલીસકર્મીઓને અડફેટે લીધા હતા. અકસ્માત સર્જયા બાદ વાન ચાલક ફરાર થઈ ગયો હતો. મળતી માહિતી પ્રમાણે બંને મહિલા પોલીસકર્મીઓની થોડા મહિના પહેલા જ ગુજરાત પોલીસમાં ભરતી થઈ હતી. મીડિયા રિપોર્ટ મુજબ વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામે મોપેડ સવાર બે મહિલા પોલીસકર્મીને પિકઅપ વાને અડફેટે લેતાં મોત નીપજયા હતા. બનાવ અંગે જાણ થતાં ાકરાપાર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

          સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ ચિખલવાવ ગામે ગામીત ફળિયામાં રહેતા સ્મિતાબેન ગામીત અને વ્યારા તાલુકાના સરકુવા ગામે રહેતા રિતિકાબેન ગામીત થોડા મહિના પહેલા ગુજરાત પોલીસમાં ભરતી થયા હતા. આ બંનેની તાપીમાં ઈ-ગુજકોપની ટ્રેનિંગ માટે કાકરાપાર પોસ્ટમાં કામ કરતા હતા. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ સ્મિતાબેન અને રિતીકા બેન મોપેડ પર ઘરેથી નીકળીને ગુજકોપની ટ્રેનિંગ માટે જવા નીકળ્યા હતા. આ દરમિયાન ચાપાવાડી ગામની સીમમાં પ્રવેશ થતી વખતે ઉંચામાળાથી આવી રહેલી પિકઅપ ચાલકે સ્ટિયરિંગ પરનો કંટ્રોલ ગુમાવી દેતા મોપેડને ટક્કર મારી હતી. જેથી બંને રોડ પર પટકાયા હતા અને ગંભીર ઈજાઓ થઈ હતી. જો કે, સારવાર માટે હોસ્પિટલ લઈ જતાં બંનેને મૃત જાહેર કરાયા હતા.

(8:16 pm IST)