Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

અમદાવાદની પીરાણાની કંપનીમાં વિસ્ફોટ થયા બાદ વડોદરા શહેર સહીત જિલ્લામાં કેમિકલનો ગેરકાયદે જથ્થાના સંગ્રહ માટે તપાસ હાથ ધરવામાં આવી

અમદાવાદ: શહેરમાં પિરાણાની કંપનીમાં વિસ્ફોટની ઘટના બાદ વડોદરા શહેર તેમજ જિલ્લામાં પણ કેમિકલનો ગેરકાયદે સંગ્રહ તેમજ વેરહાઉસોની કાયદેસરતા માટે  તપાસ હાથ ધરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે તા. નવેમ્બરના રોજ પિરાણાની સાહિલ કેમિકલમાં વિસ્ફોટની ઘટનામાં ૧૨ વ્યક્તિના મોત થયા હતાં. ઘટના બાદ સમગ્ર રાજ્યમાં વેરહાઉસોની તપાસ કરવાના આદેશ સરકાર દ્વારા આપવામાં આવ્યા હતાં. જીપીસીબી, ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ અને પોલીસ તેમજ મહેસૂલી કર્મચારીઓની ટીમો બનાવીને વેરહાઉસોમાં તપાસના આદેશ બાદ તંત્ર દોડતું થયું હતું.

વડોદરામાં શહેર, ગ્રામ્ય, કરજણ, ડભોઇ અને સાવલી પ્રાંતની અધ્યક્ષતામાં ટીમો દ્વારા મકરપુરા જીઆઇડીસી, કોયલી, રણોલી, નંદેસરી, પાદરા તાલુકો, કરજણ, સાવલી, મંજુસર સહિતના વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ૨૫૦ જેટલા સ્થળોએ કરાયેલી તપાસમાં વેરહાઉસોની કાયદેસરતા, ગેરકાયદે બાંધકામ, કેમિકલનો સંગ્રહ સહિતની બાબતો આવરી લેવામાં આવી હતી.

(6:49 pm IST)