Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

અમદાવાદમાં જુદા જુદા વિસ્તારમાં હવાના પ્રદુષણમાં ચિંતા જનક વધારો થતા લોકોને હાલાકી

અમદાવાદ:શહેરમાં દિવાળી પર્વના તહેવારો શરૂ થઈ ગયા છે.પર્વના આરંભ સાથે શહેરના પિરાણા, બોપલ, સેટેલાઈટ, એરપોર્ટ અને રાયખડ સહીતના વિસ્તારોમાં હવાના પ્રદૂષણમાં ચિંતાજનક વધારો થયો છે.

પિરાણા ખાતે સવારે નવ કલાક એર કવોલિટી ઈન્ડેકસ 313 હતો જે સાંજે કલાકે 342 ઉપર પહોંચી ગયો છે.અમદાવાદ શહેરનો ઓવરઓલ એર કવોલિટી ઈન્ડેકસ ગુરૂવારે સવારે નવ કલાકે 228 હતો જે સાંજે કલાકે વધીને 273 પર પહોંચી ગયો હતો.

અમદાવાદ શહેરના લોકો દિવાળી પર્વની ઉજવણીની અંતિમ તૈયારીમાં વ્યસ્ત બની ગયા છે.અનેક વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સ પણ ના જળવાતુ હોવાનું જોવા મળી રહ્યું છે.શહેરમાં હાલ બે ઋતુનો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે

(6:47 pm IST)