Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

૧૪મી નવેમ્બર વર્લ્ડ ડાયાબિટીસ ડે : ડાયાબિટીસ વિશે અખંડાનંદ આયુર્વેદ કોલેજના વૈધ ડૉ. રામશુક્લા કહે છે કે...

અમદાવાદ :    દર વર્ષે ૧૪ નવેમ્બરે ફ્રેડરિક બેનટીંગના જન્મદિવસને વર્લ્ડ ડાયાબિટીસ ડે તરીકે ઉજવીએ છીએ. વર્ષ 1922માં બે વૈજ્ઞાનિકોએ ઇન્સ્યુલિનની શોધ કરી હતી તેમાંના એક વૈજ્ઞાનિક ફ્રેડરિક બેનટીંગ હતા.તેમની સ્મૃતિમાં વર્ષ ૧૯૯૧થી જન્મ શતાબ્દી એ WHO (WORLD HEALTH ORGANISATION) અને  IDF(INTERNATINAL DIABETES FEDERATION) દ્વારા વર્લ્ડ ડાયાબિટીસ ડે ઉજવવાનું શરૂ કર્યું જેનો હેતુ લોકો વચ્ચે ડાયાબિટીસ વિષે જાગૃતતા લાવવાનો છે.
    
ડાયાબિટીસ થવાના કારણો
    
    ડાયાબિટીસ એ એક lifestyle ડીસઓર્ડર છે.જીવનશૈલીની અનિયમિતતાને કારણે થતો રોગ છે . ગુજરાત ના પરિપ્રેક્ષ્યમાં જોઇએ તો આપણા રાજ્યમાં પણ ડાયાબિટીસના ઘણાં દર્દીઓ જોવા મળે છે. આપણે ગુજરાતીઓ ખાવાપીવાના શોખીન છીએ વિશેષ કરીને મધુર વસ્તુ ગુજરાતીઓની પ્રિય હોય છે ઉપરાંત ગુજરાતીઓ બિઝનેસ કોમ્યુનિટી તરીકે ઓળખાય છે એટલે કે વધુપડતું કામ મગજ કરવાનું શારીરિક શ્રમ બહુ ઓછો કરે ઉપરાંત ધંધાકીય સ્ટ્રેસ પણ રહે પરિણામે ગુજરાતીઓમાં ડાયાબિટીસનું પ્રમાણ ખૂબ જ ઝડપી વધી રહ્યું છે.

ડાયાબિટીસના મુખ્ય લક્ષણો

    વારંવાર મૂત્રપ્રવૃત્તિ થવી, વધુ ભૂખ લાગવી, વધુ પડતી તરસ લાગવી, વજન ઘટી જવું, થાક લાગવો, શરીરના કા મોડેથી રુજાવા વગેરે લક્ષણો જોવા મળે છે આ ઉપરાંત ડાયાબિટીસના કોમ્પ્લીકેશન્સ ઘણીવાર પ્રાણઘાતક નીવડી શકે છે.

નિદાન કરવા શું કરવું

    જે કારણોસર વહેલી તકે ડાયાબિટીસની તપાસ કરાવી ખુબ જ જરૂરી બને છે જેમાં fasting blood glucose એટલે કે ભૂખ્યા પેટે લોહીમા સુગર ની  તપાસ,  postprandial blood glucose જમ્યા પછી લોહીમાં ગ્લુકોઝની તપાસ, random blood sugar જેવા લોહીના પરીક્ષણથી ડાયાબિટીસનું નિદાન કરી શકાય છે . ઉપરાંત HBA1C  એટલે કે glycosylated hemoglobin જેવા પરીક્ષણથી ત્રણ માસની સરેરાશ blood glucose ની તપાસ પણ કરી શકાય છે.

ડાયાબિટીસના પ્રકારો

    ડાયાબિટીસના મુખ્યત્વે બે પ્રકાર જોવા મળતા હોય છે જેમાં ટાઈપ પણ ડાયાબિટીસ એટલે કે ઈન્સ્યુલીન ડિપેન્ડન્ટ diabetes mellitus અને ટાઇપ ટુ ડાયાબિટીસના એટલે કે નોન insulin dependent diabetes mellitus.
    આપણા શરીરમાં પેનક્રિયાસ નામનું અવયવો હોય છે કે જેમાંથી ઇન્સ્યુલિનનું અંતઃસ્ત્રાવ રિલીઝ થતો હોય છે આ ઇન્સ્યુલિન blood glucose ને કંટ્રોલમાં રાખતાં હોય છે,  જે અવસ્થામાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન ઓછું થઈ જાય તેને સામાન્ય રીતે આપણે ટાઈપ વન એટલે કે iddm તરીકે ઓળખીએ છીએ જ્યારે એવી અવસ્થા છે કે જેમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન તો યોગ્ય માત્રામાં થાય છે પરંતુ શરીરના સેલ્સ એટલે કે કોષ સાથે તે બરાબર જોડી નથી શકાતું તેને type 2  એટલે કે નોન ઈન્સ્યુલીન ડિપેન્ડન્ટ diabetes mellitus તરીકે ઓળખવામાં આવે છે

આયુર્વેદ અને ડાયાબિટીસ

    ડાયાબિટીસને આયુર્વેદમાં મધુમેહ રોગ તરીકે ઓળખાય છે જેનું મુખ્ય નિદાન આસ્ય સુખમ સ્વપ્ન સુખમ હાસ્ય એટલે બેઠાડું જીવનશૈલી પસંદ કરવાવાળા લોકો અને વધુ પડતી નિદ્રાનું સેવન કરવા વાળા લોકો ઉપરાંત જે લોકો દૂધ કે દૂધની બનાવટોનો, નવા ધાન્યનો, પિષ્ટ અન્ન એટલે કે મેંદા ની બનાવટો વધુ પ્રમાણમાં ઉપયોગ કરે છે તેવા લોકોને આ મધુમેહ રોગ થાય છે.
    આયુર્વેદમાં ડાયાબિટીસની એટલે કે મધુમેહની ચિકિત્સા જો વહેલી તકે શરૂ કરવામાં આવે તો તેને ચોક્કસપણે મટાડી શકાય છે.

ડાયાબિટીસમાં અસરકારક ઔષધો

    આ મધુમેહને રોગમાં વિવિધ ઔષધો જેવાકે ગળો, આમળા, હળદળ, લીમડો, મેથી, કારેલા, શીલાજીત, વિજયસાર, ગોખરુ, ઉપરાંત ઔષધીયયોગો જેવા કે ચંદ્રપ્રભાવટી, મામેજવા ઘનવટી, ત્રિફળા ચૂર્ણ,  રસાયન ચૂર્ણ, વસંતકુસુમાકર રસ જેવાં ઔષધો વૈદ્યની સલાહ અનુસાર લઈએ તો ડાયાબિટીસને ચોક્કસપણે મટાડી શકાય છે અથવા કાબૂમાં રાખી શકાય છે.
    માત્ર ઔષધોથી જ ડાયાબિટીસ મટી જશે એવું નથી ડાયાબિટીસ એક લાઈફ સ્ટાઈલ ડિસીઝ છે મતલબ આપણી જીવનશૈલીમાં બદલાવ લાવો ખૂબ જ જરૂરી છે તેમાં દવાની સાથે તેટલું જ મહત્વ પરેજીનું પણ છે,  કસરતનું પણ છે. તેથી ખોરાકમાં ઘઉની જગ્યાએ જઉ લેવા વધુ હિતાવહ છે, એક વર્ષ જૂના ચોખા ખાવાથી ડાયાબીટીસમાં ને કાબુમાં રાખી શકાય છે, કપાસિયા સનફ્લાવર કે rice bran oil ની જગ્યાએ જો સરસિયાનું તેલ અથવા તલનું તેલ લેવામાં આવે તો  ડાયાબિટીસ ઉપર જલ્દીથી કાબૂ મેળવી શકાય છે.  
    ખોરાકમાં દૂધ કે દૂધની બનાવટ, ગોળ,  મેંદાની વસ્તુઓ, નવું ધાન્ય વગેરેનો ત્યાગ કરવો હિતાવહ છે ઉપરાંત નિયમિત કસરત કરવી ખૂબ જરૂરી છે ડાયાબિટીસને મટાડવા માટે આયુર્વેદમાં કુવા ખોદવાનુ  કહ્યુ છે અર્થાત ખૂબ જ પરિશ્રમ કરવો  જરૂરી છે એટલે કે નિયમિત આપણે કસરત કરવી જોઈએ ઉપરાંત ઊંઘ પણ યોગ્ય પ્રમાણમાં લેવી ખૂબ જરૂરી છે,  સ્ટ્રેસથી પણ ડાયાબિટીસ ઉપર કાબુ મેળવવો મુશ્કેલ હોય છે તેથી જેટલી બને તેટલી ચિંતા નો ત્યાગ કરવો જોઈએ તથા  યોગ અને પ્રાણાયામ કરવા જોઈએ.
    દર વર્ષે આપણે નવા વર્ષે કોઈક રિઝોલ્યુશન લેતા હોય છે તો આ દિવાળીના પર્લે આપણે ડાયાબિટીસને કાબુમા રાખવનુ રીઝોલ્યુશન લઈએ કે જેમાં આપણે સૌ નિયમિત ઓછામાં ઓછી દૈનિક ૩૦ મિનિટ કસરત કરવાનું રિઝોલ્યુશન લઈએ ખોરાક ઉપર કાબુ રાખવાનું રિઝોલ્યુશન લઈએ અને ખાસ કરીને નાના બાળકો કે જેઓ ને મોબાઈલ, ટીવી અને કોમ્પ્યુટર ની લત પડી ગઈ છે દિવસના કલાકો તેઓ મોબાઈલ પાછળ વ્યતીત કરે છે તો તેમને મોબાઈલ છોડાવી આઉટડોર એક્ટિવીટી ગેમ્સ માટે પ્રેરિત કરીએ. આપણે પણ દિવસમાં એક વાર લિફ્ટ ના વાપરીને પગથિયાનો ઉપયોગ કરીએ,  વોકિંગ શરૂ કરીએ, જેથી આવનારા સમયમાં આપણે ડાયાબિટીસને વધતો અટકાવી શકીએ. ખાસ લેખ-અમિતસિંહ ચૌહાણ

(6:05 pm IST)