Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

ધી ન્યુ વિરમગામ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી ની ચુંટણી યોજાઇ, તમામ સભ્યો બિનહરીફ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :  ધી ન્યુ વિરમગામ તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘ લી. ની ચુંટણી તાજેતરમાં યોજાઇ હતી. જેમાં ખેતી વિભાગ નં ૦૮ સભ્યો, સંયોજિત ખેતી સિવાયની મંડળીના ૦૪ તેમજ વ્યક્તિગત સભ્યો ૦૩ બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ જીલ્લા ભાજપ મહામંત્રી નવદીપભાઇ ડોડીયા તેમની પેનલના સભ્યો બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે તેમ નવદીપભાઇ ડોડીયાએ જણાવ્યુ હતુ.

(5:59 pm IST)