Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

દિવાળીના તહેવારોને ધ્યાને લઇને રાજ્યના ૭.૫૩ લાખથી વધુ શ્રમયોગીઓને ઔદ્યોગિક એકમો-સંસ્થાઓ દ્વારા રૂા.૮૦૭ કરોડનું બોનસ ચૂકવાયુ

અમદાવાદ : આગામી દિવાળીના તહેવારોને ધ્યાને રાખીને સમગ્ર રાજ્યના શ્રમયોગીઓને વર્ષ ૨૦૧૯-૨૦ના વર્ષના બોનસની રકમ સમયસર મળી રહે અને કોઇ મુશ્કેલી ઊભી ન થાય તે માટે શ્રમ આયુક્તની કચેરી, ગાંધીનગર દ્વારા આગોતરી કાર્યવાહી હાથ ધરી સધન પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જેના પરિણામે રાજ્યના ઔદ્યોગિક એકમો/સંસ્થાઓ દ્વારા દિવાળી પૂર્વે રાજ્યમાં ૭ લાખ ૫૩ હજાર ૧૪૬ શ્રમયોગીઓને રૂા.૮૦૭.૧૯ (આઠસો સાત કરોડ અને ઓગણીસ લાખ રૂપિયા)ની રકમની બોનસ તરીકે ચુકવણી કરવામાં આવી છે ઔદ્યોગિક એકમો/સંસ્થાઓ દ્વારા તેઓના શ્રમયોગીઓને બોનસની ચુકવણી કરવાની પ્રક્રિયા હજુ પણ ચાલી રહેલ છે તેમ શ્રમ આયુક્ત કચેરી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

(5:55 pm IST)