Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

આણંદઃ વાસદ નેશનલ હાઇવે પર બે કાર અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, કિન્નરનું મોત

અકસ્માતને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા

આણંદઃ વાસદ નેશનલ હાઇવે પર ટોલનાકા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બે કાર અને બસ વચ્ચે અકસ્માત થતાં કિન્નરનું ઘટનાસ્થળે જ મોત થયું છે. વાસદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

(12:34 pm IST)