Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

અમદાવાદમાં 50થી વધુ દુકાનોમાં મનપાના આરોગ્ય વિભાગના દરોડા

ખાદ્ય પદાર્થના 128 નમૂનાઓ લીધા : 6 ફેલ થયા : 19 નમૂના પ્રમાણિત જાહેર : 103 નમૂનાના પરિણામ જાહેર થવાના બાકી

અમદાવાદ : કોરોનાનો કહેર અને બીજીતરફ શિયાળાની ઠંડી સાથે દિવાળીનો પણ માહોલ સર્જાયો છે. ત્યારે શહેરમાં કોરોના સંક્રમણ ના ફેલાય અને સાથે દિવાળીની મીઠાઇમાં પણ ભેળસેળ ના હોય તે હેતુસર શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 50થી વધુ દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યાં છે.

અમદાવાદ મનપાએ ખાદ્ય પદાર્થના 128 નમૂનાઓ લીધા છે. જેમાંથી 6 ફેલ થયા છે. જ્યારે 19 નમૂના પ્રમાણિત જાહેર થયા છે. 103 નમૂનાના પરિણામ જાહેર થવાના બાકી છે. નોંધનીય છે કે, છેલ્લાં 10 દિવસથી AMC ચેકિંગ કરી રહ્યું છે.

(11:22 am IST)