Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

પાલનપુરના ગોબરી રોડ પર ચાલુ કારમાં લાગી આગ : અફરાતફરી : કાર બળીને ખાખ

ચાલકની સમય સૂચકતાથી તેનો આબાદ બચાવ થયો

બનાસકાંઠાના પાલનપુરમાં એક ચાલતી કારમાં અચાનક આગ લાગતા અફરા-તફરી સર્જાઇ હતી. બનાવને પગલે ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં ચાલકની સમય સૂચકતાથી તેનો આબાદ બચાવ થયો છે.

  પાલનપુરના ગોબરી રોડ પરથી એક અલ્ટો કાર પસાર થઇ રહી હતી, તે દરમિયાન આકસ્મિક આ કારમાં આગ લાગતા અફડાતફડી સર્જાઇ હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ફાયર ફાઈટરની ટીમને જાણ કરતા તે પણ ઘટનાસ્થળે આવી સળગતી કાર પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો

 . જો કે ત્યાં સુધીમાં તો આ કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. કાર ચાલકે સમય સુચકતા વાપરી કારમાંથી બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો છે, જેના કારણે જાનહાનિ ટળી છે. આ કારમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે

 અત્રે  ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક મહિનાનામાં ગાડીમાં આગ લાગવાની આ પાંચમી ઘટના બની છે.

(10:53 am IST)