Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

દિવાળીના તહેવારોમાં અમદાવાદ-ગોવાનું વન-વે વિમાન ભાડુ થયું 10 હજાર રૂપિયા !!

ડોમેસ્ટિક સેક્ટરમાં ફલાઇટો ફક્ત ગોવાની ફલાઇટ 15 થી 18 નવે. સુધી ફૂલ

મુંબઈ :ફરવા જવાના શોખીન ગુજરાતીઓ દિવાળીમાં શોર્ટ ટૂરો જેવી કે ઉદેપુર, રાજસ્થાન, જેસલમેર, કુંભલગઢ, જેવી જગ્યાઓ વધુ પસંદ કરી રહ્યા છે. જેના કારણે ડોમેસ્ટિક ફલાઇટોના ભાડામાં દિવાળીના તહેવારો નજીક હોવા છતાં સામાન્ય જોવા મળી રહ્યા છે. ફક્તને ફક્ત અમદાવાદથી ગોવાની ફલાઇટો પેક છે, જેનું વન-વે ફેર 10 હજારની આસપાસ પહોંચ્યુ છે.

 દિવાળીના તહેવારમાં અમદાવાદથી દિલ્હી, મુંબઇ, ગોવાની ફલાઇટોના ભાડા સામાન્ય દિવસ કરતા ત્રણગણા ફેર થઇ જતા હોય છે પણ આ વખતે કોરોનાને લઇ સ્થિતી કંઇક જુદી જ છે. ધનતેરસથી શરૂ થતા દિવાળીના તહેવારો શરૂ થઇ રહ્યા છે તેમ છતાં અમદાવાદથી મુંબઇના 2500થી 3000 અને દિલ્હીના 3500-4000 વચ્ચે વન-વે ફેરની ટિકિટો સિસ્ટમ પર ઉપલબ્ધ છે. નહીંતર આ જ ફેર 10 થી 15 હજાર સુધી પહોંચી જતા હોય છે.

ટ્રાવેલ સાથે સંકળાયેલા નિષ્ણાતો જણાવી રહ્યા છે કે' આ વખતે ડોમેસ્ટિક સેક્ટરમાં ફલાઇટો ફૂલ હોય તો ફક્ત અમદાવાદથી ગોવાની. નહીંતર બાકીના અન્ય સેક્ટરની ફલાઇટો પેસેન્જર બુક લોડ જોઇએ તેટલો નથી કેમ કે હજું પણ લોકોમાં કોરોના ડર યથાવત છે જેના કારણે કારણે લોકો ફરવા જવાનુ ટાળી રહ્યા છે. ફક્ત ગોવાની ફલાઇટ 15 થી 18 નવે. સુધી ફૂલ છે ત્યારપછીના દિવસોમાં સામાન્ય ફેરમાં ટિકિટો મળી રહે છે, જ્યારે ગો એરની અમુક દિવસોની ફલાઇટો શોલ્ડ આઉટ બતાવી રહી છે. જ્યારે રિટર્નથી ગોવાની ફલાઇટોના ફેર પાંચ હજારની આસપાસ છે. આમ કોરોનાના કેર વચ્ચે ડોમેસ્ટિક સેક્ટરની ફલાઇટો પણ ખાલી જઇ રહી છે.

(10:00 am IST)