Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

મોજી ગામના વિકલાંગ વ્યક્તિ અને અન્યોને સરકારી સહાયનો લાભ અપાવવાની લાલચે 11.58 લાખ પડાવી લેનાર 2 વિરુદ્ધ ફરિયાદ

( ભરત શાહ દ્વારા )રાજપીપળા : મોજી ગામના પ્રવિણભાઈ વિઠ્ઠલભાઈ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ તેમના ગામના સોમાભાઈ નરપતભાઈ વસાવાને આરોપી ફિરોજખાન ઉર્ફે રાજુ રાઠવા (રહે .છોટા ઉદેપુર) અને શારદાબેન જેસિંગભાઈ વસાવા (રહે. વાંકલ. જી.ભરૂચ) એ બેંકોના લોન રીકવરી ઓફિસર તરીકે ઓળખ આપી સરકારીની આવાસ યોજના તેમજ ખેતી વિષયક કૃષિલોન તેમજ અન્ય સરકારી સહાય યોજનાઓમાં સરકારી નોકરીઓ પણ અપાવતા હોવાની વાત કરી તેમજ ફરિયાદી સાથે આવેલા સોમાભાઈને વિકલાંગ જોઈ વિકલાંગ સહાય યોજના હૅઠળ લોન આપવવા માટેનુ જણાવી દશ હજાર રૂપિયા લઇ ફરીયાદીને તેમના સગાઓને પણ સરકારીની આ યોજનાની લોન અપાવવા માટેનું જણાવી વિશ્વાસમાં લઈ અલગ અલગ જગ્યાએ રહેતા સગાઓ પાસેથી એડવાન્સ રોકડા રૂપિયાઓ તેમજ ફરીયાદી પોતે આવાસ યોજનાના હેઠળ લોન માટેના એડવાન્સ રૂપિયા વીસ હજાર મળી કુલ રૂપિયા ૧૧,૫૮,૨૦૦ ફિરોઝ રાઠોડને આપ્યા બાદ લોન નહીં આપવી લીધેલ રૂપિયાની વારેવારની માગણી કરતા આજદીન સુધી રૂપિયા પરત નહીં આપી ફરીયાદી તેમજ અન્યો સાથે વિશ્વાસઘાત તેમજ છેતરપીંડી કરતા પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે

(8:38 am IST)