Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

ડુંગરી પોલીસે ધરાસણા ચિલ્ડ્રન હોમમાં મિઠાઈ વહેંચી , પોલીસનું માનવતા દાખવતુ રૂપ

દિવાળી પર ગરીબ બાળકોને ખુશ કરવા જિલ્લા પોલીસ વડાની અપીલને જિલ્લા પોલીસ ઉતમ રીતે નિભાવી:પોલીસ પરિવારની જેમ ઉભી રહી

(કાર્તિક બાવીશી દ્વારા) વલસાડ : દિવાળીના તહેવાર દમિયાન પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ પોતાના ઉચ્ચ અધિકારીઓને ખુશ કરવા મિઠાઇના બોક્સ અને ભેંટ સોગાદો આપવાના બદલે  પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારના ગરીબ બાળકોને આપવા વલસાડ ડીએસપી ડો. રાજદિપસિંહ ઝાલાએ પોલીસ અધિકારીઓને અપિલ કરી હતી. જેના પગલે ડુંગરી પોલીસે ધરાસણા ચિલ્ડ્રન હોમ માં મીઠાઈનું વિતરણ કરી અનાથ બાળકોને ખુશ કરી દીધા હતા સાથે ફટાકડા પણ આપ્યા હતા .ડુંગરી પીએસઆઇ ટી. સી. પટેલે આજરોજ ધરાસણા ચિલ્ડ્રન હોમ ખાતે જઈ બાળકો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી અને બાળકોને મીઠાઈઓ આપી દિપાવલી પર્વની શુભેચ્છા પાઠવી હતી જ્યારે જિલ્લા પોલીસ રક્ષણ તો જિલ્લાનું કરે છે પણ સામાન્ય લોકોને મદદરૂપપણ થાય છે તેનુ આ ઉતમ ઉદાહરણ છે

(9:44 pm IST)