Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

કાંકરેજના રાણકપુર હાઇવે પર તેલ ભરેલા ટેન્કરનો અકસ્માત બાદ તેલ લેવા રીતસર લોકોની પડાપડી

તેલ ભરેલા ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા લોકોના ટોળેટોળા ઉમટ્યા

 

કાંકરેજના રાણકપુર પાસે નેશનલ હાઇવે પર ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. તેલ ભરેલા ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જોકે અકસ્માતમાં રાહતબચાવ કામગીરીમાં ભાગીદાર થવાને બદલે લોકોએ રીતસર તેલ લેવા પડાપડી કરી હતી. સદનસીબે બંને ગાડીના ડ્રાઇવરનો આબાદ બચાવ થયો છે.

  ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ ઉપર જઇ વધુ તપાસ હાથ ધરી છે.સુત્રોએ જણાવ્યુ હતુ કે, તેલ ભરીને જઇ રહેલા ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં ટેન્કર લીકેજ થયુ હતુ. જેની જાણ સ્થાનિકોને થતાં તેઓ લોકોએ રીતસર કેરબા લઇ જઇને તેલની લૂંટ ચલાવી હતી.

(11:55 pm IST)