Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્રોની નવી યાદી જાહેર:અમદાવાદના 18 કેન્દ્રોમાં ફેરફાર થયા

પરીક્ષા કેન્દ્રોની માહિતી ઉમેદવારોએgsssb.gujarat.gov.in પરથી મેળવી લેવી

 

અમદાવાદ : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3 સંવર્ગની પરીક્ષા માટે અમદાવાદના ૫૧૫ માંથી ૧૮ પરીક્ષા કેન્દ્રોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્યમાં ૧૭ નવેમ્બરે યોજાનારી પરીક્ષા કેન્દ્રના સંચાલકો સાથે જિલ્લા શિક્ષણાધિકારી અને કલેક્ટર કચેરી દ્વારા મહત્વની બેઠક યોજવામાં આવી હતી,જેમાં અંગે મહત્વનાં નિર્ણયો લેવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે પહેવા પરીક્ષા ૨૦ ઓક્ટોબરનાં રોજ યોજાવાની હતી,પરંતુ તે સમયે પરીક્ષા રદ્દ થયા બાદ નવી તારીખ જાહેર કરવામાં આવી હતી. નવી તારીખ પર કેટલીક શાળાઓમાં અગાઉથી કાર્યક્રમો નક્કી હોવાથી છેલ્લી ઘડીએ અમદાવાદનાં ૧૮ પરીક્ષા કેન્દ્ર બદલવાની તંત્રને ફરજ પડી છે. બદલાયેલા પરીક્ષા કેન્દ્રોની માહિતી ઉમેદવારોએgsssb.gujarat.gov.in પરથી પોતાનાં સીટ નંબરનાં માધ્યમથી મેળવવાની રહેશેનું જણાવાયું છે.

(11:53 pm IST)
  • ઝારખંડ વિકાસ મોરચાએ 37 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી : યૌન ઉત્પીડનના આરોપમાં ઘેરાયેલ ધારાસભ્ય પ્રદીપ યાદવને આપી ટિકિટ : ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ઝારખંડ મુક્તિ મોરચાના નેતૃત્વવાળા મહાગઠબંધનથી અલગ થયેલ ઝારખંડ વિકાસ મોરચાએ બીજી યાદી જાહેર કરી દીધી access_time 1:09 am IST

  • કરોડોના દાણચોરીના સોનાના જથ્થા સાથે પશ્ચિમ બંગાળમાંથી બે શખ્શોની ડીઆઈઆરએ ધરપકડ કરી access_time 9:03 pm IST

  • એનસીપીના અજીત પવારે નિર્દેશ આપ્યા શીવસેના-એનસીપી-કોંગ્રેસ ત્રણેય પક્ષો ખુબ નજીક આવી ગયાઃ ટુંક સમયમાં ત્રણેય સાથે મળી સરકાર રચવા માગણી કરતી જાહેરાત કરશેઃ રાષ્ટ્રપતિ શાસન લદાયા પછીનો મોટો ધડાકો access_time 12:54 pm IST