Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

રાજ્યમાં 25 હજાર કરોડનાં નુકસાન સામે ખેડૂતોને 700 કરોડની લોલીપોપ : પરેશ ધાનાણીના પ્રહાર

તમામ માહિતી હોવા છતાં સરકારે ખેડૂતોની મજાક ઉડાવી અન્યાય કર્યો છે

 

અમદાવાદ : સરકાર દ્વારા કમોસમી વરસાદ બાદ ખેડૂતોને નુકસાન અંગે 700 કરોડનું પેકેજ જાહેર કરતા નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ સરકાર સામે પ્રતિક્રિયા આપતા ૨૫,૦૦૦ કરોડનું નુકસાન સામે સરકારે ૭૦૦ કરોડનો ટુકડો નાંખીને ખેડૂતોની મજાક કરી છે

 

 પરેશ ધાનાણીએ વધુમાં કહ્યું હતું કે સરકાર પાસે વરસાદના આંકડા નુકસાનના આંકડા સહિતની તમામ માહિતીઓ છતાં પણ ખેડૂતો સાથે અન્યાય થયો હોવાનું જણાવ્યું છે. સરકારના 700 કરોડના પેકેજ સામે નેતા વિપક્ષના પ્રહારો.25 હજાર કરોડના નુકશાન સામે સરકારે નાખ્યો ટુકડો.કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ સરકારે ખેડૂતોની વ્હારે આવવું જોઈએ.

 

(10:26 pm IST)