Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

એર એશિયાના દિલ્હી અને અમદાવાદ માટેના નવા રૂટો

નવા રુટોની ૨૦મી ડિસેમ્બરથી વિધિવત્ શરૂઆત : નવીદિલ્હી-કોચી અને નવી દિલ્હી-અમદાવાદ વચ્ચે નવા રુટ શરૂ કરાતાં વિમાનના પ્રવાસીઓ માટે વધારે વિકલ્પો

અમદાવાદ, તા.૧૩ : ભારતની સૌથી વધુ પસંદગી પામેલી ઓછો ખર્ચ ધરાવતી એરલાઇન્સમાં સામેલ એરએશિયા ઇન્ડિયાએ નવી દિલ્હી, કોચી અને અમદાવાદ વચ્ચે નવા રુટોની જાહેરાત કરીને એનાં નેટવર્કનું વિસ્તરણ કરવાની જાહેરાત કરી હતી. આ રુટો પર ઇવનિંગ ફ્લાઇટની ફ્રીક્વન્સી વધારવાની સાથે એરએશિયા ઇન્ડિયા ટિઅર-૧ અને ટિઅર-૨ શહેરોમાં એની કામગીરીને વધારવાની કટિબદ્ધતા જાળવી છે, જેથી મહેમાનો ઉડાનનો શ્રેષ્ઠ અનુભવ મેળવવાની સાથે વિવિધ શહેરો વચ્ચે જોડાણમાં વધારો કરે છે. જો કે, આ નવા રુટોની તા.૨૦મી ડિસેમ્બરથી વિધિવત્ શરૂઆત થશે. એરએશિયા ઇન્ડિયાએ નવી દિલ્હી-કોચી અને નવી દિલ્હી-અમદાવાદ વચ્ચે નવા રુટ શરૂ કરાતાં પ્રવાસીઓને વધુ સગવડ અને સુવિધા પ્રાપ્ય બનશે. નવી દિલ્હી-કોચી અને નવી દિલ્હી-અમદાવાદ વચ્ચે નવા રુટ માટે તમામ ફ્લાઇટની કિંમત અનુક્રમે રૂ. ૩૯૧૫ અને રૂ. ૨૦૧૫ છે તથા બુકિંગ માટે ખુલી છે.

                  આ રુટ પર અવરજવર કરતી ફ્લાઇટ તા.૨૦ ડિસેમ્બર, ૨૦૧૯નાં રોજ શરૂ થશે. આ અંગે એરએશિયા ઇન્ડિયાનાં સીઓઓ શ્રી સંજય કુમારે કહ્યું હતું કે, અમને અમારાં વધતા નેટવર્કમાં વધુ બે રુટ ઉમેરવાની ખુશી છે. બે નવા રુટનાં વધારા સાથે અમે અમારાં મહેમાનોને સંવર્ધિત અનુભવ પ્રદાન કરવા પ્રવાસનાં વાજબી સેગમેન્ટને સપોર્ટ કરવાનું જાળવી રાખીશું. આ રુટો પર ઘણાં પ્રવાસીઓ વારંવાર અવરજવર કરતાં હોવાથી નવા રુટોની શરૂઆત થવાથી દુનિયાભરમાં અમારાં મહેમાનોને વાજબી દરે હવાઈ મુસાફરી કરવાની સુવિધા મળશે, જે એરએશિયાનાં ભારતનાં વાજબી દરે હવાઈ મુસાફરી શક્ય બનાવવાનાં વિઝનને સાકાર કરે છે. એરએશિયા ઇન્ડિયાએ તાજેતરમાં એના ૨૧મા કેન્દ્ર તરીકે અમદાવાદનો ઉમેરો કરવાની જાહેરાત કરી હતી અને અમદાવાદથી બેંગાલુરુ વચ્ચે ૭ સીધી ફ્લાઇટ શરૂ કરી છે. મોટી સીટ, ગરમાગરમ ભોજન અને સતત વધતા કેન્દ્રો સાથે એરએશિયા ઇન્ડિયા એનાં તમામ મહેમાનોને આનંદદાયક અનુભવ પ્રદાન કરવા આતુર છે. અત્યારે એરએશિયા ઇન્ડિયા ૨૪ વિમાનનો કાફલો ધરાવે છે, જે દેશનાં ૨૧ રસપ્રદ સ્થળોને આવરી લે છે. યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં લઇને એરલાઈન્સો દ્વારા સ્પર્ધા વચ્ચે નવા નવા રુટ ઉપર ફ્લાઇટો ઓપરેટ કરવામાં આવી રહી છે. લોકોસ્ટની બોલબાલા યાત્રીઓમાં વધારે જોવા મળે છે જેમાં ઇન્ડિગો અને સ્પાઇસ જેટની હિસ્સેદારી હાલમાં સૌથી વધારે રહેલી છે.

(8:29 pm IST)
  • મોડીરાત્રે રાજકોટના રાજનગર ચોકમાં બબાલ: દારૂ સાથે બે નામચીન શખ્શોએ આતંક મચાવ્યો: છરી સાથે દુકાનો અને હોસ્પિટલ બંધ કરાવી : ક્રાઇમ બ્રાન્ચ અને માલવિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી access_time 12:12 am IST

  • એનસીપીના અજીત પવારે નિર્દેશ આપ્યા શીવસેના-એનસીપી-કોંગ્રેસ ત્રણેય પક્ષો ખુબ નજીક આવી ગયાઃ ટુંક સમયમાં ત્રણેય સાથે મળી સરકાર રચવા માગણી કરતી જાહેરાત કરશેઃ રાષ્ટ્રપતિ શાસન લદાયા પછીનો મોટો ધડાકો access_time 12:54 pm IST

  • રાજયના પપ હજાર વીજ કર્મચારીઓ-અધિકારીઓની કાલની માસ સીએલ મુલત્વી રહે તેવી શકયતા ઉર્જા મંત્રીએ કમીટીને કાલે મંત્રણા માટે બોલાવી....: સાતમા પગાર પંચ-સ્ટાફની ઘટ-એરીયર્સ સહિતના પોણો ડઝન મુદા અંગે પપ હજાર વીજ કર્મચારીઓ-ઇજનેરોના આંદોલન સંદર્ભે જોઇન્ટ કમીટીને કાલે સવારે ૧૧ વાગ્યે મંત્રણા માટે બોલાવતા ઉર્જા મંત્રીઃ મીટીંગ સંદર્ભે કાલની માસ સીએલનો કાર્યક્રમ મુલત્વી રહેવાની શકયતાઃ આજે બપોરે મીટીંગ access_time 11:35 am IST