Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

પેટલાદ તાલુકાના વડદલામાં વહેલી સવારે જમીનની અદાવતમાં પિતા-પુત્રએ ઝઘડો કરી એકને માથામાં લોખંડના ફટકા મારી ઇજા પહોંચાડતા સારવાર અર્થે ખસેડાયો: ગુનો દાખલ

પેટલાદ: તાલુકાના વડદલા ગામે ગત ૧૦મી તારીખના રોજ વહેલી સવારના સુમારે જમીનની અદાવતમાં પિતા-પુત્રએ ઝઘડો કરીને એકને માથામાં લોખંડની ટોમી મારીને ઈજાઓ પહોંચાડતા આ અંગે પેટલાદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

મળતી વિગતો અનુસાર વડદલા ગામની પરોતી સીમ નિશાળ પાસે રહેતા ચંદુભાઈ રણછોડભાઈ ઠાકોર ગત ૧૦મી તારીખના રોજ વહેલી સવારના સાડા છ વાગ્યાના સુમારે પોતાના ઘરે બ્રશ કરતા હતા ત્યારે ભાવેશભાઈ જશભાઈ ઠાકોર આવી ચઢ્યો હતો અને જમીનની અદાવતમાં તકરાર કરીને ગમે તેવી ગાળો બોલી ઝઘડો કર્યો હતો. તેનું ઉપરાણું લઈને જશભાઈ લોખંડની ટોમી લઈને આવી ચઢ્યા હતા અને ચંદુભાઈને માથામાં મારી દેતાં ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ ભાવેશે પણ પોતાની પાસેનો લાકડાનો ડંડો નયનાબેનને બન્ને હાથોએ મારીને ઈજાઓ પહોંચાડી હતી

(5:46 pm IST)