Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

બનાસકાંઠાના લાખણી તાલુકામાં પોષ ડોડાના જથ્થા સાથે એસઓજીની ટીમે 106 કિલાનો જથ્થો ઝડપ્યો

બનાસકાંઠા: જિલ્લાના લાખણી તાલુકામાં ચાલતા પોષ ડોડાના વેચાણનો પાલનપુર એસઓજી પોલીસની ટીમે પર્દાફાશ કર્યો છે. જેમાં જસરા ગામની દુકાનમાં પોષડોડાનું વેચાણ કરતા એક શખસને પકડી પાડવામાં આવતા પોષડોડાના કારોબારમાં લાખણીના બે શખસોના નામ ખુલતા પોલીસે લાખણી ગામે મુખ્ય આરોપીના મકાન આગળ બનાવેલ પતરાના શેડમાં સંતાડેલ રૃા. .૨૦ લાખની કિંમતનો ૧૦૬ કિલો માદક પોષડોડાનો જથ્થો કબજે કરી એક આરોપીની અટકાયત કરી હતી અને ફરાર બે આરોપી સહિત ત્રણ ઈસમો વિરુધ્ધ ગુનો દાખલ કરી બનાવની તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠાના છેવાડાના વિસ્તારોમાં કેટલાક લોકો માદક પદાર્થનું ગેરકાયદેસર વેચાણ અને હેરાફેરી કરતા હોઈ પ્રવૃત્તિને નેસ્તનાબુદ કરવા માટે જિલ્લા પોલીસવડા તરૃણકુમાર દુદ્ગલે બનાસકાંઠા એસઓજી પોલીસને નાર્કોટિક્સ પદાર્થોની હેરાફેરી તથા વેચાણ ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપતા એસઓજી પોલીસ ઈન્સ્પેકટ્ર એસ.. ડાભી તથા તેમની ટીમે બાતમીના આધારે લાખણીના જસરા ગામે અરવિંદકુમાર ચેનાજી બારોટની દુકાને ઓચિંતી રેડ કરતા અહીંથી રૃા. ૧૦.૪૨૫ની કિંમતનો .૪૭૫ કિલો પોષડોડાનો જથ્થો મળી આવ્યો હતો.

(5:43 pm IST)