Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

ગાંધીનગરમાં ગ-3સર્કલ નજીક વેડફાતા પાણીના જથ્થાને અટકાવવા માટે તંત્ર અસફળ રહ્યું: વાહનચાલકોને અવરજવર કરવામાં હાલાકી

ગાંધીનગર:શહેરમાં ચાર રસ્તે આવેલા સર્કલના ફુલ છોડના જતન માટે પાઇપલાઇન નાંખવામાં આવી છે. જેથી પુરતું પાણી ફુલ-છોડોને પ્રાપ્ત થઇ શકે તે માટે વ્યવસ્થા ઉભી કરાઇ છે. ત્યારે - સર્કલમાં આવેલી પાઇપલાઇનમાંથી પાણી વેડફાતુ હોવાના કારણે અવર જવર કરતાં વાહનચાલકોને પણ સ્લીપ થવાની નોબત આવે છે. નિયમિત પાણીનો બગાડ સર્કલની આસપાસ થઇ રહ્યો છે પરંતુ તંત્ર તેને અટકાવવામાં નિષ્ફળ નિવડતું હોય તેવું હાલની પરિસ્થિતિએ જોવા મળી રહ્યું છે.

રાજ્યના પાટનગરમાં મુખ્યમાર્ગો ઉપર આવેલાં સર્કલોને વિવિધ થીમ આધારીત સજાવવામાં આવે છે. ત્યારે સર્કલની અંદર રંગબેરંગી ફુલ છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. ફુલ છોડને પાણી મળી શકે તે માટે કનેક્શન પણ દરેક સર્કલમાં આપવામાં આવેલાં છે. જેથી ફુલ-છોડને પુરતું પાણી મળી શકે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરાઇ છે. આમ સર્કલોની આસપાસ વસવાટ કરતાં શ્રમજીવીઓ દ્વારા પાણી ભરવાની પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે

(5:42 pm IST)