Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

સુરત: નોકરી અને પગારના બોગસ પ્રમાણપત્ર આપી મકાનની લોન મંજુર કરાવનાર ફાયનાન્સ કંપનીના ઓફિસર સહીત બિલ્ડર વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: શહેરમાં નોકરી અને પગારના બોગસ પ્રમાણપત્રના આધારે મુથુટ હોમફીન (ઇન્ડિયા) લિ. નામની હાઉસીંગ ફાયનાન્સ કંપનીમાંથી લોન મંજુર કરાવી પલસાણાના વરેલી ખાતેના ટાઇમ સ્કેવરમાં મિલકત ખરીદી લોનના હપ્તા નહિ ભરપાઇ કરી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ લોનધારકફાયનાન્સ કંપનીના ઓફિસર અને બિલ્ડર સહિત 12 વિરૃધ્ધ નોંધાઇ છે.

રીંગરોડ માનદરવાજા સ્થિત ટવેન્ટી ફર્સ્ટ સેન્ચુરી બિઝનેશ સેન્ટરમાં આવેલી મુથુટ હોમ ફીન (ઇન્ડિયા) લિ. નામની હાઉસીંગ ફાયનાન્સ કંપનીના લીગલ મેનેજર દેવાંગ ભરતગીરી ગોસાઇ (રહે. રાજ પેલેસ કો.. હાઉસીંગ સોસાયટીઅડાજણ) પલસાણાના વરેલી સ્થિત ટાઇમ સ્કેવર નામની બિલ્ડીંગના બિલ્ડર સુનિલભાઇ મુલચંદભાઇ માલી (રહે. ગોલ્ડન સીટી ફલેટ નંબરપરવટ પાટિયા) ઉપરાંત ફાયનાન્સ કંપનીની રિલેશન ઓફિસર ઘનશ્યામ રામાણીવિમદ મહાજનયોગેશ રમેશ વોરીયા સહિત 12 વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી છે.

(5:41 pm IST)